સુરતમાં બદમાશોનો આતંક: વરાછામાં રત્નકલાકારને પોલીસની ઓળખ આપી મારમારી મોબાઈલ લૂંટી ગયા

સુરતમાં બદમાશોનો આતંક: વરાછામાં રત્નકલાકારને પોલીસની ઓળખ આપી મારમારી મોબાઈલ લૂંટી ગયા
પ્રતિકાત્મક તસવીર

કોલર પકડી કહ્યું, તુ ક્યા જાય છે? જેથી યોગેશે મારા ભાઈને ટીફીન આપવા માટે જાઉ છું હોવાનુ કહેતા, બીજા ત્રણ આજાણ્યા તેમની પાસે આવ્યા હતા અને અમે ડિ સ્ટાફના પોલીસવાળા છીઍ તેમ કરી મારી મોબાઈલ લૂંટી લીધો

  • Share this:
સુરત : શહેરમાં લૂંટ, હત્યા, ફ્રોડની ઘટના જાણે સામાન્ય બની ગઈ છે. રોજે-રોજ ચોરી, લૂંટની ઘટનાથી પોલીસ પણ ત્રાહિમામ પોકારી ગઈ છે. સુરતમાં લૂટારૂઓને પોલીસની જરા પણ બીક જ ન હોય તેમ ગમે ત્યારે રસ્તા વચ્ચે લોકોને મારમારી લૂંટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના આજે સુરતના વરાછા વિસ્તારમાં સામે આવી છે, જેમા એક રત્નકલાકારને મારમારી પોલીસ હોવાની ઓળખ આપી લૂંટી લેવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા રચના સર્કલ વાળીનાથ સોસાયટી પાસે બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે પોતાના ભાઈને ટીફિન આપવા નીકળેલા રત્નકલાકારને ચાર બદમાશોઍ પોતાની ઓળખ પોલીસની આપી ઢીક્કામુક્કીનો મારમારી રૂપિયા ૧૫ હજારની કિંમતનો મોબાઈલ લૂંટી નાસી ગયા હતા.સુરતના ઍલ.ઍચ.રોડ ગાયત્રી સોસાયટીની સામે જનતા ઍપાર્ટમેન્ટમાં રહેતા યોગેશ પુષ્પરાજ કોળી (ઉ.વ.૨૩) કાપોદ્રા ઉંઝા સર્કલ પાસે મિલન ડાયમંડ ખાતે હિરામાં મજુરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. યોગેશભાઈનો ભાઈ રાહુલ પણ તેની સાથે હીરના કારખાનામાં જ મજુરી કામ કરે છે.

સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

સુરત: 'સોનાના સિક્કા'નો વરસાદ? કોઈને 10 તો કોઈને 50 મળ્યા, લોકો ઉમટી પડતા પોલીસ દોડતી થઈ

ભાઈ રાહુલ ગત તા ૭મીના બુધવારે નાઈટ પાળીમાં ગયો હતો, જેથી યોગેશ તેને રાત્રે નવેક વાગ્યે ટીફીન આપવા માટે ચાલતો ઘરેથી નિકળ્યો હતો. તે વખતે રચના સર્કલ વાળીનાથ સોસાયટી આગળ પટેલ રેસ્ટોરન્ટની સામે પાછળથી આવી ઍક અજાણ્યાઍ શર્ટનો કોલર પકડી કહ્યું, તુ ક્યા જાય છે? જેથી યોગેશે મારા ભાઈને ટીફીન આપવા માટે જાઉ છું હોવાનુ કહેતા, બીજા ત્રણ આજાણ્યા તેમની પાસે આવ્યા હતા અને અમે ડિ સ્ટાફના પોલીસવાળા છીઍ તેમ કરી મારી ટીફીનનું બેગ ચેક કરી પરત આપ્યું હતું.

સુરત: વરાછામાં ડાયમંડની ડીલેવરી કરવા ગયેલા આંગડીયા કર્મીને લૂંટી લેવાયો, પોલીસ દોડતી થઈ

સુરત: વરાછામાં ડાયમંડની ડીલેવરી કરવા ગયેલા આંગડીયા કર્મીને લૂંટી લેવાયો, પોલીસ દોડતી થઈ

ત્યારબાદ ખિસ્સામાંથી મોબાઈલ ફોન માંગ્યો હતો, યોગેશે ફોન આપવાની ના પાડતા ગાળાગાળી કરી ઢીકમુક્કીનો મારમારી મોબાઈલ લૂંટી લીધો હતો અને હાથમાંથી પણ ચાંદીની સાકળી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જાકે તે હાથમાંથી નહી નિકળતા ચુપચાપ અહીથી જતો રહે નહી તો જેલમાં પુરી દેવાની ધમકી આપી હતી.

યોગેશભાઈ બીજા દિવસે ફરી ઘટના સ્થળે જઈ તપાસ કરતા તેઓ પોલીસના માણસો ન હોવાનુ બહાર આવ્યું હતું અને વિનોદ નામના યુવકે પોલીસની ઓળખ અપી ઢીક્કામુક્કીનો મારમાર્યો હતો. આ બનાવ અંગે પોલીસે યોગેશ કોળીની ફરિયાદ લઈ ચાર ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડવાના ચક્રોગમિતાન કર્યા છે.
Published by:kiran mehta
First published:October 09, 2020, 17:43 pm

ટૉપ ન્યૂઝ