સુરત : વધતા Corona કેસ વચ્ચે હીરાનું કારખાનું શરૂ રાખનાર માલિકની ધરપકડ, લિંબાયતમાં ઉકાળા માટે રોષ


Updated: July 3, 2020, 9:51 PM IST
સુરત : વધતા Corona કેસ વચ્ચે હીરાનું કારખાનું શરૂ રાખનાર માલિકની ધરપકડ, લિંબાયતમાં ઉકાળા માટે રોષ
પ્રતિકાત્મક તસવીર

કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાતા ડાયમંડ ઉધોગ સાથે તંત્ર દ્વારા એક અઠવાડિયા સુધી ડાયમંડ ઉધોગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને સુરતમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. જેને લઈને આરોગ્ય સચિવ છેલા ૪ દિવસથી સુરતમાં છે. અને બેઠકો યોજી કોરોના પર કાબુ મેળવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ ધરાવાતા કતારગામ ઝોનની પણ આરોગ્ય સચિવે મુલાકાત લીધી હતી. અને તેના બે જ દિવસ બાદ અહી હીરા કારખાનું કાર્યરત હોવાની વિગત સામે આવતા જ મનપા ટિમ સાથે પોલીસે દરોડા પાડ્યા હતા. રેડ ઝોનમાં કારખાનું શરુ હતું અને અહીંયા એક બે નહિ પણ 200 કર્મચારી કામ કરતા જોવા મળ્યા હતા જોકે પોલીસે આ કારખાના માલિકને દંડ ફટકારવાની સાથે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. કારખાનાં મલિકની ધરપકડ પણ કરવામાં આવી.

કોરોના વાઇરસને લાંબા સમય ચાલેલા લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક – ૧ લાગુ કર્યું અને વેપાર ઉધોગને વેગ આપવા માટે સરકાર દ્વારા વેપાર ઉધોગ શરુ કરવામાં આવ્યા હતા. જોકે અનલોક 1માં સુરતમાં ડાયમંડ ઉધોગ શરુ તો કરાયો પણ ધીરે ધીરે ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી સતત કોરોના સંક્રમિત થવા લાગ્યા હતા. અહીંયા ગાઈડલાઇન પાલન નથી થવાનું સામે આવતા તંત્ર દ્વારા ડાયમંડ ઉધોગ આગેવાન સાથે મીટીંગ કરી ગાઈડ લાઇન કડક અમલ કરવા માટે સૂચના આપવામાં આવી પણ સતત વધી રહેલા કેસ અને તેમાં પણ કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસ નોંધાતા ડાયમંડ ઉધોગ સાથે તંત્ર દ્વારા એક અઠવાડિયા સુધી ડાયમંડ ઉધોગ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ, સૌથી વધુ કેસ કતારગામ ઝોનમાં સામે આવતા હોવાને લઈએં આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તરમાં બેરીકેટીંગ કરવામાં આવ્યુ છે ત્યારે વધતા જતા કેસને લઇને ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જ્યંતી રવિ પણ સુરત માં છેલ્લા 4 દિવસ થી સતત ધામા નાખ્યા છે અને કતારગામ ઝોનની મુલાકાત પણ લીધી હતી.

મુલાકાતના બે જ દિવસ બાદ આ વિસ્તારમાં એક હીરાનું કારખાનું ચાલે છે તેવી જાણકારી મળતા મનપા તંત્ર સાથે કતારગામ પોલીસ ની ટિમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે કંટેટમેન્ટ હોવા છતાં બેરીકેટીંગ અંદર આવેલ આ કારખાનામાં 200 કરતા વધુ કર્મચારી કામ કરતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા આ રાખનાં માલિકને દંડ કરવામાં આવીયો પણ તંત્ર દ્વારા હીરા ઉધોગ બંધ કરવાનું જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવતા કારખાના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે જોકે આ દરોડા પરથી સાબિત થઈ છે કે કોરોનાને લઇને તંત્ર તો સજાક છે અને કોરોના કંટ્રોલ કરવા જરૂરી કાર્યવાહી પણ કરી રહી છે પણ જાણે હીરામાં કામ કરતા કર્મચારી મજબુર છે ત્યારે કર્મચારીની મજબૂરીનો માલિકો ફાયદો ઉઠવા લાગ્યા હતા, રેડ કરતા કારખાનામાં કારીગર મળી આવતા કારખાનાં મલિક સામે કતારગામ પોલીસે ગુનો નોંધી કારખાનાં મલિકની ધરપકડ પણ કરવામાં આવી છે.

લિંબાયતમાં વહેલી સવારથી ઉકાળો લેવા ઉભેલા લોકોને ઉકાળો નહીં અપાયો લોકોમાં જોવા મળ્યો રોષ

કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા આયુર્વેદિક ઉકાળા લોકો માટે સહ્ય હોવાને લઇને સતત ઉકાળા વિતરણ કરવાની જાહેરાત કરવા આવી છે ત્યારે આજે સુરતના લીબાયત ઝોનમાં ઉકાળા વિતરણ રાખવાની જાહેરાત કરવામાં આવિયા બાદ લોકોએ લાંબી લાઈન લગાવી હતી. જોકે તંત્ર દ્વારા ઉકાળો વિતરણ નહીં કરતા લોકોમાં રોષ જોવા માંડ્યો હતો

હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા દરેક ઝોનમાં વહેલી સવારે નાગરીકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જાકે સાઉથ ઝોન દ્વારા લિંબાયત ખાતે વહેલી સવારે નાગરીકોને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે તેવી કરેલી જાહેરાતના પગલે અનેક લોકો ઉકાળો લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઇનો લગાવી દીધી હતી. પરંતુ રેઢીયાર તંત્ર અને મહાનગર પાલિકાની લાલીયાવાડીના કારણે ઉકાળાનું વિતરણ કરવામાં નહીં આવતા લોકો પરેશાન થઇ ઉઠ્યા હતા.

આ અંગે ઝોનના અધિકારીઓએ એકબીજાને ખો આપી જવાબ આપવાનું ટાળતા મહાનગર પાલિકાની વધુ એક લાલીયાવાડી બહાર આવી હતી જોકે આ એજ ઝોન છે કે સર્વાત્મ સૌથી વધુ કેસ જોવા મૈયા હતા ત્યારે ઉકાળો ફાયદાકારક હોવાને લઈને લોકોએ લાઈન તો લગાવી અને તંત્ર દ્વારા વિતરણ નહિ કરવામાં આવતા લોકોમાં મોટા પ્રમાણ માં રોષ જોવા માંડ્યો હતો
First published: July 3, 2020, 9:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading