સુરત: લગનની લાલચ આપીને 15 વર્ષની તરુણીને ભગાડી દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

સુરત: લગનની લાલચ આપીને 15 વર્ષની તરુણીને ભગાડી દુષ્કર્મ કરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
પ્રતિકાત્મક તસવીર

પરિવાર આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ યુવકને તરૂની સાથે તેના વતનમાંથી પકડી પાડ્યો હતો.

  • Share this:
સુરત : શહેરના સચિન વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની 15 વર્ષીય તરુણીને લગન લાલચ આપીને ભગાડી ગયા બાદ તેના પર અવાર નવાર દુસ્કર્મ આચરીયા બાદ પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી ધરપકડ કરી જેલમાં મોકલી અપ્યો હતો. જોકે પોક્સો એક્ટ હેઠળ આજે આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટ 10 વર્ષની સજા સાથે દંડ ફટકારતો હુકુમ કર્યો છે.

મૂળ મહારાષ્ટના નંદુરબાર ખાતે રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચાલવતા આ પરિવાર આજથી ચાર વર્ષ પહેલા સુરતના સચિન વિસ્તારમાં આવીને વસેલું હતું. જોકે આ પરિવાર ની 15 વર્ષીય તરૂણીને ત્યાં કામ કરતા રાહુલ જીતેન્દ્ર ગાવિત સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આજથી બે વર્ષ પહેલા તારીખ 26 .1 .16ના રોજ રાત્રે ડબ્બો લઈને નળે પાણી ભરવા ગઈ હતી. ત્યાર બાદ રાતે મોડે સુધી પરત ન ફરતાં દંપતીએ તપાસ હાથ ધરી હતી.જોકે ત્યારે ખબર પડી હતી કે, આ યુવાન તરૂનીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે. પરિવાર આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ યુવકને તરૂની સાથે તેના વતનમાંથી પકડી પાડ્યો હતો. જોકે પોલીસે આ મામલે તરૂણી સાથે દુસ્કર્મ અનેક વખત આચરવામાં આવ્યુ હોવાનું સામે આવતા પોલીસે પોક્સો હેઠળ આરોપી ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

આ મામલે સુરતની કોર્ટમાં કેસ ચાલતો હતો, જેમાં સતત પુરાવાને દલીલોના અંતે આજે એડિશનલ સેશન્સ જજ બી.એસ કાલા કેસમાં સંડોવાયેલા આરોપી રાહુલ ગામીતની વિરુદ્ધ આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેથી કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવા તથા ફરિયાદ પક્ષે એ.પી.પી કિશોર રેવાલિયાની રજુઆતોને માન્ય રાખીને આરોપી રાહુલ ગાવિતને ગુનામાં દોષિત ઠેરવી 10 વર્ષની કેદ તથા દંડની સજા ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતા ઉપર તેના ભાઈના કાપડ વેપારી ભાગીદારે બળાત્કાર કરવાની ઘટના સામે આવી હતી. જેમાં ભાગીદારે પરિણીતાને તેના ભાઈને ધંધામાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી તેની ઍકલતા અને મજબુરીનો ફાયદો ઉઠાવી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો. આટલે જ વાત અટકી નહીં ભાગીદારના મિત્રએ પણ પરિણીતા સાથે શારીરીક અડપલા કર્યા હતા.
Published by:kiran mehta
First published:October 22, 2020, 19:38 pm

ટૉપ ન્યૂઝ