સુરતઃ BRTS ટ્રેકમાં કાર ચલાવનાર PI સસ્પેન્ડ, વીડિયો થયો હતો વાયરલ

News18 Gujarati
Updated: February 9, 2018, 9:27 AM IST
સુરતઃ BRTS ટ્રેકમાં કાર ચલાવનાર PI સસ્પેન્ડ, વીડિયો થયો હતો વાયરલ
સામાન્ય સંજોગોમાં પોલીસ અધિકારી સામાન્ય માણસને ખખડાવતા જોવા મળે છે પણ...

સામાન્ય સંજોગોમાં પોલીસ અધિકારી સામાન્ય માણસને ખખડાવતા જોવા મળે છે પણ...

  • Share this:
સુરતઃ બીઆરટીએસના ટ્રેકમાં કાર હંકારનાર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PI એમ.આર.નકુમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરે બીઆરટીએસ ટ્રેકમાં ગાડી હંકારવા બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. બે દિવસથી આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયો થયો હતો વાયરલ

googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

સામાન્ય સંજોગોમાં પોલીસ અધિકારી સામાન્ય માણસને ખખડાવતા જોવા મળે છે પણ આ કિસ્સો અલગ બન્યો છે. જેમાં એક કોમન મેન પોલીસ ઇન્સ્પેક્ટરને બરાબરના ખખડાવે છે. વાત બીઆરટીએસમાં કાર ચલાવવાની હતી. પૂરા ગણવેશમાં કાર ચલાવતા પોઈ નકુમને એક કોમન મેન કાયદાનું ભાન કરાવતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પીઆઈ નકુમ બીઆરટીએસમાંથી પોતાની કાર હંકારતા હોવાની વાતને લઈ કોમન મેન તેમની સાથે જીભાજોડી કરે છે.

બુધવારે બપોર બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમ સાથે એક માણસ કડકાઈથી વાત કરે છે. જો સામાન્ય માણસ બીઆરટીએસમાં પોતાનું વાહન ચલાવે તો પોલીસવાળા તેને પકડી પાડે છે, દંડ ફટકારે છે. તો પોલીસવાળા બીઆરટીએસમાં વાહન ચલાવે તેનું શું? એવી દલીલ સાથે કોમન મેન પોલીસ ઇન્સ્પેક્ટરને બરાબરના ખખડાવે છે.

આ ઘટના તાજેતરના દિવસોમાં જહાંગીરપુરા ખાતે બની હતી. આ બાબતે પોઈ એમ.આર. નકુમનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે ખરેખર તે પોતાની કાર લઈ ચાર રસ્તા ક્રોસ કરી રહ્યો હતો તે વખતે બીઆરટીએસની નજીક હતો તે વખતે ફૂલ સ્પીડમાં આવેલો આ વાહનચાલક મારી કારની આગળ ઊભો રહી ગયો પરિણામે મારે પણ કાર ઊભી રાખવી પડી અને હું ઉતાવળમાં હતો જેથી એ વ્યક્તિએ જે પણ કાંઈ કહ્યું મેં સાંભળી લીધું. મેં એનું નામ સુદ્ધાં પૂછ્યું નથી.સ્ટોરી - કિર્તેશ પટેલ
First published: February 8, 2018, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading