સુરત : પ્રસૂતિ બાદ મહિલાના મોત મામલે ડૉકટર સામે બેદરકારીનો ગુનો દાખલ

News18 Gujarati
Updated: September 27, 2019, 5:55 PM IST
સુરત : પ્રસૂતિ બાદ મહિલાના મોત મામલે ડૉકટર સામે બેદરકારીનો ગુનો દાખલ
સુરત : પ્રસૂતિ બાદ મહિલાના મોત મામલે ડૉકટર સામે બેદરકારીનો ગુનો દાખલ

બે દીવસ પરિવારજનોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં બે દિવસ પહેલા મહીધરપુરાની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત થતા પરિવારજનો રોષે ભરાયા હતા અને મહિલાનું મોત ડૉકટરની બેદરકારીથી થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. જેથી બે દીવસ પરિવારજનોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે બે દિવસ બાદ ડૉકટર સામે બેદરકારીનો ગુનો નોંધાતા લાશના અગ્નિસંસ્કાર કરાયા હતા.

સુરતમાં બુધવારે પ્રસૂતિ બાદ મહિલાનું મોત થયું હતું. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલા તબીબની બેદરકારીને કારણે આ મોત નીપજ્યું છે. જો મહીલા તબીબ સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેના કારણે મહિલાનાં મોતનાં બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ નહીં સ્વીકારતા વરાછા અને મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. દરમ્યાન ગુરૂવારે રાત્રે પોલીસ અને મૃતક મહિલાના પરિવારજનો વચ્ચે સમાધાન થયા બાદ પોલીસે ડૉકટર સામે બેદરકારીનો ગુનો નોધ્યો હતો. ત્યારબાદ શુક્રવારે સવારે મૃતક મહિલાની લાશ સ્મિમેર હોસ્પિટલમાંથી પરિવારજનો અગ્નિસંસ્કાર માટે લઇ ગયા હતા.

આ પણ વાંચો - 'તારો શેઠ આવે તો કહી દેજો કે રૂ.10 લાખ પહોંચાડી દે': સુરતમાં બિલ્ડરને ખંડણીની ધમકી

વરાછામાં એલ.એચ રોડ પર કાપોદ્રા વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં રહેતા અને ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામના વતની ૩૩ વર્ષીય દયાબેન મયૂરભાઈ કેવડિયા ગર્ભવતી હોવાથી ઉનાપાણી રોડ પર આવેલી અપૂર્વ ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મંગળવારે સવારે દયાબેનને પેટમાં દુખાવો ઉપડતાં ઉનાપાણી રોડ પર આવેલી અપૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સાંજે ડૉક્ટરોએ નોર્મલ ડિલિવરી થશે તેવું જણાવ્યું હતું. બાદમાં ડૉક્ટરોએ જણાવ્યું કે દયાબેનને સિઝેરિયન કરીને બાળકનો જન્મ કરાવવો પડશે. પરિજનોએ સિઝેરિયન કરવાની મંજૂરી આપતા ઓપરેશન શરૂ થયું હતું.

દયાબેન બાળકીને જન્મ આપ્યો હતો. તેને બાદ અચાનક રક્તસ્ત્રાવ વધી ગયો હતો, તેથી ડૉક્ટરોએ જણાવ્યું કે તેને લોહી ચડાવવું પડશે. 10 બોટલ લોહી ચઢાવવું પડયું હતું. દયાબેનની હાલત અચાનક ગંભીર થઇ ગઇ હતી. તેથી ડૉક્ટરોએ અન્ય હોસ્પિટલમાંથી બીજા ડૉક્ટરને બોલાવ્યા હતાં. બાદમાં દયાબેનને એમ્બ્યુલન્સ મારફતે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું મોત થયું હતું.

દયાબેનનું મોત થતાં પરિજનો ઉશ્કેરાઈ ગયા હતાં. તેણે ડૉક્ટરની બેદરકારીના કારણે પરિણીતાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પીએેમ માટે બોડી સ્મીમેર હોસ્પિટલમાં મુકાઈ હતી. બુધવારે સવારે મોટી સંખ્યામાં દયાબેનના સગાસંબંધીઓ સ્મીમેર હોસ્પિટલના પીએમ રુમની બહાર એકત્ર થયા હતાં. તેમણે ડૉક્ટરો વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી. દયાબેનના પતિ મયૂરભાઈએ જણાવ્યું કે અપૂર્વ હોસ્પિટલના ડૉક્ટર અશોક શાહ અને શીલા શાહ વિરુદ્ધ જ્યાં સુધી ગુનો દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે પોલીસ અને મૃતક મહિલાના પરિવારજનો વચ્ચે મધ્યસ્થી થયા બાદ મહિધરપુરા પોલીસે મહિલાના મોતના જવાબદાર એવાં અપુર્વ ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલના ડૉકટર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ શુક્રવારે સવારે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલથી મહિલાની લાશ અગ્નિ સંસ્કાર માટે લઇ ગયા હતા.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading