લો બોલો! સુરતમાં માથામાં ઓછા વાળ હોવાથી યુવકે કર્યો આપઘાત

News18 Gujarati
Updated: November 29, 2018, 8:33 AM IST
લો બોલો! સુરતમાં માથામાં ઓછા વાળ હોવાથી યુવકે કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

માથાના આગળના વાળ ઓછા હોવાથી તણાવ અનુભવતા સુરતના ઉગત ગામના યુવકે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

  • Share this:
સામાન્ય રીતે સામાજીક ઝઘડા, વ્યાજખોરોનો ત્રાસ, પાક નિષ્ફળ જવાથી કે પછી પ્રેમમાં પાગલ થયેલા લોકો આત્મહત્યાનો રસ્તો અપનાવતા હોય એવા કિસ્સાઓ રોજબરોજના જીવનમાં આપણે અનેકવાર જોયા હશે પરંતુ સુરતમાં એક એવો આત્મહત્યાનો કિસ્સો બન્યો છે જેનું કારણ જાણીને તમારા હોશ ઉડી જશે. વાત જાણે એમ છેકે માથાના આગળના વાળ ઓછા હોવાથી તણાવ અનુભવતા સુરતના ઉગત ગામના યુવકે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

મળતી માહિતી પ્રમાણે સુરતના ઉગત ગામમાં આવેલી સત્તાધાર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય હાર્દિક અશોકભાઇ પટેલની બુધવારે સવારે ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પરિવારજનોએ તેને ફાંસો ખાધેલી હાલતમાં જોતા હેબતાઇ ગયા હતા. તેને નીચે ઉતારાયો ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું. હાર્દિકે ઘરમાં છતની હૂક સાથે ચાદર બાંધીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચોઃ-સુરત સિવિલમાં મહિલા તબીબે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસના જણાવ્યા મુજબ હાર્દિક લાંબા સમયથી તણાવમાં હતો. હાર્દિકના માથાના આગળના વાળ ઓછા હતા. જેને લઇે લાંબા સમયથી માનસિક તણાવ અનુભવી રહ્યો હતો. દરમિયાનમાં બુધવારે સવારે તેણે ઘરમાં છતની હૂક સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. મૃતક હાર્દિકનો બીજો એક ભાઇ છે. ડિપ્લો સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ હાર્દિકે અધવચ્ચે છોડી દીધો હતો.

આ પણ વાંચોઃ-નવસારી એગ્રી યુનિ.ના પ્રોફેસરના પુત્રનો ગળાફાંસો ખાઈને આપઘાત

તેને મિત્રો ફોન કકરવા બહાર આવવા માટે કહેતા હતા. પરંતુ હાર્દિકવાળની સમસ્યાને કારણે ઘરમાંથી બહાર પણ નીકળતો ન્હોતો. છેલ્લા ચાર માસથી હાર્દિકે ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હોવાનું મિત્રોનું કહેવું છે. વાળની તકલીફથી હાર્દિક કંટાળી ગયો હતો.દરમિયાન તેણે બુધવારે અંતિમ પગલું ભરી લીધું હતું.
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading