સુરતઃ PM મોદીના 70મા જન્મ દિવસે 7000kg વજનની 700 ફૂટ લાંબી કેક બનાવાશે

News18 Gujarati
Updated: September 14, 2019, 7:01 PM IST
સુરતઃ PM મોદીના 70મા જન્મ દિવસે 7000kg વજનની 700 ફૂટ લાંબી કેક બનાવાશે
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

નરેન્દ્ર મોદીના 70મા જન્મ દિવેસના પ્રવેશ નિમિતે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઈનર બેકરી દ્વારા 7000 કિલોની, 700 ફૂટ લાંબી 'કેક અગેઈન કરપ્શન અગેઈન' બનાવવામાં આવશે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ 17મી સપ્ટેમ્બરના રોજ દેશના લોક લાડિલા વડાપ્રધાન (PM)નરેન્દ્ર મોદીનો (Narendra Modi)70મો જન્મ દિવસ (Birthday) છે. શહેરની જાણિતી અને લોકપ્રિય બેકરી બ્રેડલાઈનર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ રિતે સેલિબ્રેટ કરવામાં આવશે. નરેન્દ્ર મોદીના 70મા જન્મ દિવેસના પ્રવેશ નિમિતે દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રેડલાઈનર બેકરી (Breadliner bakery)દ્વારા 7000 કિલોની, 700 ફૂટ લાંબી 'કેક અગેઈન કરપ્શન અગેઈન' બનાવવામાં આવશે.

કેકનું (cake)નામ જ કરપ્શન અગેઈન છે અને શહેરના સેલિબ્રિટી અને જાણિતા વ્યક્તિની જગ્યાએ 700 પ્રામાણિક લોકો દ્વારા આ કેક કટ કરવામાં આવશે. ઉપસ્થિત રહેનાર લોકોને વિના મૂલ્યે કેક ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે બ્રેડલાઈનર બેકરી દ્વારા લાંબી કેક, ઝડપથી બનાવવાનો અને વધારે વજનની કેકનો રેકોર્ડ બનશે.

બ્રેડ લાઈનરના તુષારભાઈ, ચંદ્રેશભાઈ અને નિતિનભાઈ કહે છે કે, 'દેશને શ્રેષ્ઠ પ્રધાનમંત્રી મળ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે બ્રેડ લાઈનર પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવશે. જે વ્યક્તિ વગર અપેક્ષાએ સમાજ માટે કંઈ પણ કરે તેના દ્વારા કે કટ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીના જન્મદિવસની કેકની જાહેરાતની તસવીર


જેમાં નાના વ્યક્તિઓ પાસે કેક કટ કરવાના છીએ. કોલેજનો વિદ્યાર્થી હોય અને ગરીબ બાળકને ફ્રિમાં અભ્યાસ કરાવતા હોય, પર્યાવરણ, આરોગ્ય, જીવદયા શિક્ષણ, નારી સશક્તિકરણ વિશે કામ કરતાં હોય, જે નાના વ્યક્તિ હોય જેમની કોઈ પીઠ થાપબડતું નથી. છતા તે કામ કરે છે તેમને કોઈ એપ્રિશિએટ નથી કરતું તેવા વ્યક્તિઓને સમાજને એક એવી દિશા આપવા માંગીએ છીએ કે, સેવા માટે રૂપિયાની જરૂર નથી, માત્ર તમારું મન હોય તો સેવા કરી શકો છો.

આ પણ વાંચોઃ-સુરતઃ બેન્ક કર્મચારી લોન માટે હેરાન કરતા આધેડે તાપી નદીમાં ઝંપલાવ્યુંજો કરપ્શનને ભગાડવું હોયતો અંધારાને દૂર કરવું હોય તો લાકડી મારો તો અંધારું દૂર ન થાય, અંધારુ દૂર કરવા માટે દિવો કરવો પડે. એવી જ રીતે કરપ્શનને દૂર કરવા માટે ઓનેસ્ટ લોકોની જરૂર હોય છે. એટલા માટે આવા વ્યક્તિઓ દ્વારા કેક કટ કરવામાં આવશે. 7 હજાર લોકો આ કેક ખાશે.'

કોઈ લોકોએ ઓનેસ્ટીનું કામ કર્યુ હોય, અથવા તમારી આસપાસ આવા વ્યક્તિ હોય તો આવી શકે છે. કેક કટ કરવા ભાગ લેવા માટે 93 75 74 74 74 નંબર પર સંપર્ક કરી શકે છે.
First published: September 14, 2019, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading