સુરત: શહેરમાં આપઘાતનો સીલસીલો ચાલુ જ છે. લોકડાઉન બાદ શહેરમાં આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ માનસિક પરેશાની, તો કોઈ આર્થિક પરેશાની તો કોઈ શારીરિક પરેશાનીને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનું અવાર નવાર સામે આવી રહ્યું છે. ત્યારે આજે સુરતમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં એક કાપડ વેપારી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
પ્રેપાપ્ત માહિતી અનુસાર, મૂળ હરિયાણાના વતની અને કરણ ઈચ્છાનાથ પાસે રાધેનગર સોસાયટીમાં રહેતો 28 વર્ષિય યુવક કરણ ધર્મેન્દ્ર સોમવારે મોડી સાંજે પોતાના નવા ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, હરિયાણાનો વતની 28 વર્ષિય યુવક કરણ ધર્મેન્દ્ર ઢીંગણ છેલ્લા કેટલાક દિવસથી માનસિક તણાવમાં રહેતો હતો. સોમવારે તે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ ઘરે ન આવતા તેના પિતા તેને શોધવા નીકળ્યા હતા. પરંતુ, તેનો કોઈ પતો ન લાગતા પિતા પુત્રના નવા ઘરે તપાસ કરતા પુત્ર ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પિતાએ તુરંત પુત્રને નીચે ઉતાર્યો અને દીકરાને બચાવી લેવા સારવાર માટે મોપેડ પર હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો દીકરો કરણ છેલ્લા કેટલાક સમયથી કાપડની દુકાન શરૂ કરવાનું વિચારી રહ્યો હતો, આ મામલે તે માનસિક રીતે તણાવ દેખાતો હતો. સોમવારે ઘરેથાી નીકળ્યો પરંતુ સાંજ સુધીમાં ઘરે ન આવતા તેને શોધવા નીકળ્યો, તેના નવા મકાન પર તપાસ કરતા તેણ ગળે ફાંસો લગાવી લીધો હતો. તુરંત મોપેડ પર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. ઘરનો જવાન જોધ દીકરો ગુમાવતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. કરણનો એક ભાઈ ગાંધીનગરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 31 ઓક્ટોબરે સુરતમાં એક જ દિવસમાં ચાર આપઘાતની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓમાં પણ ત્રમ ઘટનાઓ લોકડાઉન બાદ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા બે આધેડ અને એક કાપડ વેપારીએ આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક ઘટનામાં લોકડાઉન બાદ ઓનલાઈન ક્લાસ અનુકુળ ન આવતા કોલેજની યુવતીએ આપઘાત કરી લીધો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર