Home /News /south-gujarat /સુરતના 17 વર્ષિય વિદ્યાર્થીની કમાલ, બાંબુથી તૈયાર કરી વોટરપ્રૂફ સાયકલ

સુરતના 17 વર્ષિય વિદ્યાર્થીની કમાલ, બાંબુથી તૈયાર કરી વોટરપ્રૂફ સાયકલ

બામ્બુને કટ કરીને તેને બરાબર ગોઠવવું અઘરું હતુ. બામ્બુને કટ કરવાની સાથે દરેક વસ્તુને કુશે જાતે કરી હતી. બાદમાં બામ્બુ પર પોલીયુરેથીન કોટીન લગાડવામાં આવ્યું

બામ્બુને કટ કરીને તેને બરાબર ગોઠવવું અઘરું હતુ. બામ્બુને કટ કરવાની સાથે દરેક વસ્તુને કુશે જાતે કરી હતી. બાદમાં બામ્બુ પર પોલીયુરેથીન કોટીન લગાડવામાં આવ્યું

  સુરતનો એક 17 વર્ષિય વિદ્યાર્થીએ લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી આત્મનિર્ભર થવાની રેષમાં દોટ મુકી છે. ત્યારે સુરતના એક 17 વર્ષના વિદ્યાર્થીએ ફેસબુક પર એક વીડિયો જોઈ બાબુંના ઉપયોગ સાથે સાયકલ બનાવી છે, જેના માટે તેને મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોક્સી બામ્બુ મંગાવી, જાતે કટ કરી તૈયાર કરી વોટરપ્રુફ સાઈકલ બનાવી હતી.આ સાયકલ પહેલીજ બનાવી હોઇ તેને તેનો 50 હજાર જેટલો ખર્ચ લાગ્યો હતો.

  સુરતના 17 વર્ષના કુશ જરીવાલાએ બાંબુની સાયકલ બનાવીને કમાલ કરી નાખ્યો છે. લાંબી મહેનતે તૈયાર થયેલી સાયકલની સફર લોકડાઉનમાં એક ફેસબુક વિડયોથી થઇ હતી. જે અત્યારે અનલોકમાં પુર્ણ થઇ છે. કુશે બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. કુશ જરીવાલા હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, વાત એમ છે કે લોકડાઉન દરમિયાન કુશ સોશિયલ મીડિયામાં વિડીયો જોય રહ્યો હતો, દરમિયાન એક વ્યક્તિનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો, આ વ્યક્તિ નેચર લવર હતો, તેની પાસે રક સાઈકલ હતી, જે લાકડાના બામ્બુમાંથી બની હતી.

  આ વીડિયો જોઈ કુશ પ્રભાવિત થયો હતો, ભારતના લોકો બામ્બુની ઈકોફ્રેન્ડલી સાઈકલ વિશે માહિતી મળે તે માટે કુશને આ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો, લોકડાઉન હોવાથી પોતાના પિતાની ફેકટ્રીએ જઈ કુશે સાઈકલ બનાવવાનો 1 મહિના સુધી જોઈ તેના પર રિસર્ચ કર્યુ હતું. ડેન્ડોકોલામલ સ્ટોક્સી નામના બામ્બુનો ઉપયોગ સાયકલમાં કરવામાં આવે છે, જોકે ગુજરાતમાં આવા બામ્બુ મળતા નથી.

  સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

  સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

  આ બાબું ખાસ મહારાષ્ટ્રમાં મળે છે, જેથી મહારાષ્ટ્રથી બામ્બુ મંગાવ્યાં હતા. આ બાબુંની ફ્રેમથી બનેલી સાઈકલ 100 કિલો સુધી વજન ઉંચકી શકે છે. કુશનું કહેવું છે કે આ સાઈકલમાં કુલ 7 બામ્બુનો ઉપયોગ કરી તેની ફ્રેમ બનાવવવામાં આવી છે. તમામ બામ્બુઓને સુતરીની દોરીથી એકબીજા સાથે બાંધીને ગ્લુથી જોઈન્ટ કર્યા છે. બામ્બુની સાઈકલ બનાવવુ ઘણું જ અઘરું છે. કારણકે બામ્બુને કટ કરીને તેને બરાબર ગોઠવવું અઘરું હતુ. બામ્બુને કટ કરવાની સાથે દરેક વસ્તુને કુશે જાતે કરી હતી. બાદમાં બામ્બુ પર પોલીયુરેથીન કોટીન લગાડવામાં આવ્યું છે, જેનાથી સાઈકલ વોટર પ્રુફ બની ગઈ છે.

  સુરત: 'તારી નાની બહેન મને સોંપી દે અને બાળકો લઈ જા', બહેનના પ્રેમીએ બાળકોનું કર્યું અપહરણ

  સુરત: 'તારી નાની બહેન મને સોંપી દે અને બાળકો લઈ જા', બહેનના પ્રેમીએ બાળકોનું કર્યું અપહરણ

  આ સાઈકલ સામાન્ય સાઈકલ કરતા હલકી છે, કારણ કે સાયકલની ફ્રેમ અઢી કિલોની છે. બામ્બુની અંદરના જે ફાઇબર હોય તે રોડના ખાડાઓને એબ્ઝોર્બ કરી લે છે તેથી રાઈડ સરળ બની જાય છે. આ ફ્રેમનો અંદાજીત ખર્ચ 20000ની આસપાસ થાય છે, ત્યાર બાદ જે અન્ય સાધનો લગાડવામાં આવે છે, તે પોતાને ગમે તેવા લગાવી શકાય છે, તેનો ખર્ચ અલગથી થાય છે. જેની સાથેનો ખર્ચ 50 હજાર થયો છે. કુશે જણાવ્યું કે ભારતમાં આસાયકલ તે વધુ બનાવીને વેચવા માંગે છે. જેથી લોકો પણ આપણી પ્રક્રુતિનું મહત્વ સમજી શકે અને તેને અપનાવી શકે. પહેલીવારનો ખર્ચો વધુ હતો પરંતુ હવે આ સાયકલ સસ્તી તૈયાર થશે.

  કુશના પીતા જગદિશ જરીવાલાએ જણાવ્યું હતું કે કુશની વાત સાંભળીને પહેલા તેમણે એવું વિચાર્યું હતું કે નવી સાયકલ સસ્તી આવે છે. પરંતુ દિકરો કઇ શીખે અને ઇનોવેટીવ કરે તેની માટે તેમણે હા પાડી હતી. અને જયારે દિકરો સફળ થયો છે તો તેમને તે વાતનો ગર્વ છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन