Home /News /south-gujarat /

સુરત: માસાએ 17 વર્ષની ભાણીને પ્રેમ સંબંધ બાંધવા કર્યું દબાણ, સાળીએ બનેવીને કર્યો જેલ ભેગો

સુરત: માસાએ 17 વર્ષની ભાણીને પ્રેમ સંબંધ બાંધવા કર્યું દબાણ, સાળીએ બનેવીને કર્યો જેલ ભેગો

પ્રતિકાત્મક તસવીર

યુવતી નહીં માનતા તેનો પીછો કરી સતત હેરાન કરતો હતો. સાળીની ગેર હાજરીમાં બહેનનો પતિ આવીને પોતાની દીકરીની ઉંમરની સાળીની દીકરી સાથે શારીરિક અડપલાં પણ કરતો

સુરત : ઉમરા વિસ્તારમાં રહેતા યુવકે તેની સાળીની સાડા સત્તર વર્ષની દીકરીને પ્રેમ સંબંધ બાધવા માટે દબાણ કરતો હતો તેમજ સાળીની ગેરહાજરીમાં તેના ઘરે અવાર નવાર જઈ દીકરી સાથે શારીરીક અડપલા કરી છેડતી કરતો હોવાની ફરિયાદ સાળીઍ તેના બનેવી સામે નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં પોતાની દીકરીની ઉંમરની યુવતીને પ્રેમ સંબંધ બાંધવા માટે હેરાન કરવા સાથે શારીરિક છેડછાડ કરવાની ઘટના સામે આવી છે. સુરતના ઉમરા ગામ ખાતે પ્રકાશ વસાવા સામે તેની સાળીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, બનેવી વારંવાર તેની ગેર હાજરીમાં આવીને તેની યુવાન દીકરીને સાથે પ્રેમ સબધ રાખવા માટે સતત મજબુર કરી હેરાન કરતો હતો.

જોકે, યુવતી નહીં માનતા તેનો પીછો કરી સતત હેરાન કરતો હતો. સાળીની ગેર હાજરીમાં બહેનનો પતિ આવીને પોતાની દીકરીની ઉંમરની સાળીની દીકરી સાથે શારીરિક અડપલાં પણ કરતો હતો. આખરે દીકરીએ તમામ હકીકત માને જણાવતા માસાનો ભાંડો ફૂટ્યો.

આ ઘટના સામે આવતા જ દીકરીના માતા-પિતા પોલીસ મથકે દોડી ગયા હતા અને બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ સારું કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Girl molested, Surat crime news, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन