Home /News /south-gujarat /

સુરતઃ 5 વર્ષની બાળાના પેટમાંથી 10 ફૂટ લાંબો સળિયો આરપાર નીકળી ગયો

સુરતઃ 5 વર્ષની બાળાના પેટમાંથી 10 ફૂટ લાંબો સળિયો આરપાર નીકળી ગયો

ઘાયલ બાળકી

સુરતના વેસુમાં જોલી બંગલો પાસેની બાંધકામ સાઇટ ઉપર પહેલા માળનો દાદર ઊતરતી વખતે નીચે પટકાયેલી પાંચ વર્ષી બાળકીના પેટમાંથી 10 ફૂટ લાંબો સળિયો આરપાર નીકળી ગયો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ સુરતના વેસુમાં જોલી બંગલો પાસેની બાંધકામ સાઇટ ઉપર પહેલા માળનો દાદર ઊતરતી વખતે નીચે પટકાયેલી પાંચ વર્ષી બાળકીના પેટમાંથી 10 ફૂટ લાંબો સળિયો આરપાર નીકળી ગયો હતો.

    મળતી માહિતી પ્રમાણે વેસુમાં જોલી બંગલો પાસેની બાંધકામ સાઇટ ઉપર કામ કરી ત્યાંજ રહેતા સુરાંગ રાવતની પાંચ વર્ષની શર્મીલાના પેટમાં લાંબો સળિયો ઘૂસી ગયો હતો. પહેલા માળે રમતી શર્મીલા દાદર ઉતરતી વખતે નીચે પડેલા સળિયા ઉપર પટકાઇ હતી. આ દસેક ફૂટ લાંબો સળિયો શર્મીલાને પેટને ચીરીને આરપાર નીકળી ગયો હતો.

    ઘટનાસ્થળે પહોંચાલ 108ના સ્ટાફને શર્મીલાને સળિયા સાથે એમ્બ્યુલન્સમાં લઇ જવું અશક્ય લાગતા કટર મશીનથી પાંચથી છ ફૂટ જેટલો સળિયો કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તેણીને પીઠના ભાગેથી અડધો ફૂટ બહાર અને પેટના ભાગેથી ચારથી પાંચ ફૂટ બહાર દેખાતા સળિયા સાથે સિવિલ હોસ્પિટમાં ખસેડાઇ હતી.

    આ પણ વાંચોઃ-સુરત : માછલી ખાધા બાદ ફુડ પોઇઝનની અસર, એક જ પરિવારના 7 સભ્યો સિવિલમાં દાખલ

    કેઝ્યુલિટી મેડિકલ ઓફિસર ડો. સુમિત જાગાણીએ જણાવ્યું હતું કે, શર્મીલાને ત્વરીત ઓપરેશન માટે ઓટીમાં લઇ જવાઇ હતી. સળિયો આરપાર નીકળી ગયા પછી પણ માસૂમ બાળકી ભાનમાં જણાતા તબીબો દંગ રહી ગયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: 108 ambulance, દક્ષિણ ગુજરાત, સુરત

    આગામી સમાચાર