ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો રેકોર્ડબ્રેક આંકડો નોંધાયો છે. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 998 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓનાં મોત પણ થયા છે. દરમિયાન 24 કલાક દરમિયાન 777 દર્દીઓ સાજા થયા છે અને કુલ એક્ટિવ કેસનો આંકડો 11,613 પર પહોંચ્યો છે. રાજ્યમાં દિનપ્રતિદિન કેસો વધી રહ્યા છે તેવામાં આજે સૌથી વધુ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોનાના 49, 439 કેસ નોંધાયા છે જ્યારે 2167 લોકોનાં કોરોનાના કારણે મૃત્યુ થયા છે.
રાજ્યમાં સુરતની સ્થિતિ બેકાબૂ છે. સુરત શહેરમાં અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 284 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 193 કેસ નોંધાયા છે. વડોદરા શહેર જિલ્લામાં 88, રાજકોટ શહેર જિલ્લામાં 56, ભાવનગર શહેર જિલ્લામાં 42 કેસ નોંધાયા છે. આ ઉપરાતં મહેસાણામાં 26, ભરૂચમાં22, સુરેન્દ્રનગરમાં 20, પાટણમાં 17, વલસાડમાં 17, ગીરસોમનાથમાં 16, કચ્છમાં 16, તાપીમાં 16, પંચમહાલમાં 15, અમરેલીમાં 13, બનાસકાંઠામાં 13, જામનગર શહેરમાં 13. જૂનાગઢ જિલ્લામાં 13, ખેડામાં 13, દાહોદમાં 12 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : હર્ષ ઠાકોરએ મારી પાસેથી ખોટું બોલીને ઇન્જેક્શનનું મટીરીયલ લીધું : નિલેશ લાલીવાળા
ગાંધીનગર જિલ્લામાં 12, મહીસાગરમાં 11, નવસારીમાં 10, બોટાદમાં 9, જામનગરમાં 9, મોરબીમાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, નર્મદામાં 7, આણંદમાં 6, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 3, છોટાઉદેપુરમાં 1, પોરબંદરમાં 1 મળીને કુલ 989 કેસ નોંધાયા છે. જ્યારે આ તમામ જિલ્લાઓમાં મળીને કુલ 777 દર્દી ડિસ્ચાર્જ પણ થયા છે.
દરમિયાન પાછલા 24 કલાકમાં રાજ્યમાં સુરત શહેરમાં 10, અમદાવાદમાં 3, નવસારીમાં 2, વડોદરા શહેરમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ગીરસોમનાથમાં 1, સુરતમાં 1 મળીને કુલ 20 મોત નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2,167 દર્દીના મોત થયા છે.
આ પણ વાંચો : BJP હાઇકમાન્ડે CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા?
રાજ્યમાં શાળાઓ શરુ કરવા માટે ઉતાવળ નહીં કરાય : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ કોરોનાને પગલે રાજ્યની શાળાઓમા સારી રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, બીજી બાજુ દેશના 15 રાજ્યોમાં સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલૂ થશે પણ ગુજરાતમાં ક્યારે ચાલુ થશે તે અંગે મંત્રી ભુપેન્દ્રસિંહએ જણવ્યું કે, અમે જાણકાર નથી કે મનોચિકિત્સક કે પીડિયાટ્રિક નથી. જેથી બાળકો માટે શું કરી શકાય તે માટે ટીમ બનાવી છે અને રાજ્યના 30 જેટલા તજજ્ઞોની મદદ લેવાઈ છે. જેમાં મનોચિકિત્સક પીડિયાટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. આ તમામના વેબીનારમાં મંતવ્યો લીધા છે. વેબિનાર દ્વારા મેં શિક્ષણવીદો સાથે અને ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય પછી બાળકોના સ્વાસ્થ્યને લઈને અમે શાળા ખોલવા બાબતે નિર્ણય કરીશુ.