Home /News /south-gujarat /

સુરતમાં હાહાકાર : 24 કલાકમાં વધુ 93 સુરતી Coronaની ચપેટમાં, જાણો - કયા વિસ્તારમાંથી કેટલા કેસ આવ્યા

સુરતમાં હાહાકાર : 24 કલાકમાં વધુ 93 સુરતી Coronaની ચપેટમાં, જાણો - કયા વિસ્તારમાંથી કેટલા કેસ આવ્યા

પ્રતિકાત્મક તસવીર

કુલ દર્દી સંખ્યા 2201 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 93 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 77 જયારે ગ્રામીણ વિસ્તારમાં 16 દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા 2201 પર પહોંચી છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 82 પર પહોંચ્યો છે, તેવામાં આજે 35 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 93 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 77 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2035 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 16 કેસ સાથે દર્દીની સંખ્યા 166 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2201 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 82 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 80 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 35 જ્યારે જિલ્લામાં આજે એકપણ દર્દી નહીં, ત્યારે કુલ 35 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1376 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 12, વરાછા એ ઝોનમાં 11, વરાછા બી 3, રાંદેર ઝોન 3, કતારગામ ઝોનમાં 18, લીબાયત ઝોનમાં19, ઉધના ઝોનમાં 8 અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લા ના કામરેજ ખાતે આજે 12 માંડવી ખાતે 2 અને પલસાણા અને ચોયાસી ખાતે એક એક કેસ નોંધાયો છે.

આમ તો લીંબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો, પણ આજે સૌથી વધુ દર્દી લીંબાયત ઝોન ત્યાર બાદ કતારગામ ઝોનમાં નોંધાયા છે. સાથે-સાથે સેન્ટ્રલ ઝોન સાથે વરાછા એ ઝોનમાં દર્દી આજરોજ વધ્યા છે છેલ્લા 6 દિવસ વધી રહ્યા છે, અને જે વિસ્તારમાં દર્દીની સંખ્યા ઘટી રહી હતી તે વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા છે ત્યરે લોકડાઉણ છૂટછાટ આપવા સાથે એટલેકે અનલોક 1 શરુ થતાની સાથે છેલ્લા છો દિવસ માં સુરત માં કોરોના 428 જયારે જિલ્લા 48 કેસ સાથે કુલ 476 કેસ નોંધાયા.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona deaths, Surat Coronavirus, Surat coronavirus updates, Surat covid cases, Surat covid19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन