સુરતમાં કોરોનાનો વિસ્ફોટ, બપોરે સુધીમાં Record બ્રેક 85 પોઝિટિવ કેસ નોંધાયા


Updated: July 6, 2020, 4:48 PM IST
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ, બપોરે સુધીમાં Record બ્રેક 85 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં કોરોનાના કેસ વધતા મુખ્યમંત્રીએ 100 કરોડ રૂપિયાના ખર્ચે બે નવી કોવિડ હૉસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે.

સુરતમાં સંક્રમણ વધતા પાલિકાએ પાંચ ટેક્સટાઇલ બજારો બંધ કરાવી હતી. સાંસદે ફોન કરીને ખોલાવી, મનપા કમિશનર સંવેદનશીલ વિસ્તારોની મુલાકાતે

  • Share this:
 

સુરત માં સતત કોરોના નો વિસ્ફોટ થયો છે જેને લઇને તંત રદોડતું થઇ ગયું છે ત્યારે આજે જે વિસ્તરમાં કોરોના કેસ સતત વધી રહિયા છે ત્યારે મનપા કમિશનર ઉચ્ચ અધિકારી સાથે આવા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા જોકે અહીંયા લોકોને જાગૃત કરવું સાથે કોરોના નિયંત્રણ કેવી રીતે કરવું તેની પણ નિરીક્ષણ કરિયું હતું

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ ફાડ્યો છે. રોજબરોજ તીવ્રગતિએ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે. સાથે મરણાંક પણ સતત વધતા જતા તંત્રમાં ભારે ચિંતાની લકીર જાવા મળી રહી છે. જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાને જાણે માઝા મુકી હોય તેમ થોકબંધ કેસો સપાટી પર આવી રહ્ના છે.

આ પણ વાંચો :  સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં Corona બેકાબૂ, પાલિકાએ 5 બજાર સીલ કરી સાંસદે ખોલાવી

ઘરમાં પણ જન્મ દિવસની સામુહિક ઉજવણી નહી કરવા માટે અપીલ

શહેરમાં સતત વધતા જતા કેસોને પગલે રાજયના મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાતે આવી ચુક્યા છે. દરમિયાન સોમવારે સુધીમાં વધુ 85 કેસ સપાટી પર આવી ચુક્યા છે. રેકોટની ગતિએ સતત વધતા જતા કેસોને લઈને મનપા કમિશનર દ્વારા આજે કતારગામ, વરાછા એ અને બી, રાંદેર ઝોન વિસ્તારમાં લોકોને વધુ કાળજી લેવાની સાથે ઘરમાં પણ જન્મ દિવસની સામુહિક ઉજવણી નહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. તંત્રના પ્રયાસો વચ્ચે પણ કોરોના કાબુમાં આવતો નથી. અને દિનપ્રતિદિન તીવ્રગતિએ કેસો બહાર આવી રહ્ના છે. ગઈકાલ સુધીમાં સુરત શહેરમાં 5693 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે અને મરણાંક 222 થયો છે. હજુ પણ કોરોનાનો કહેર યથાવત રહ્ના છે. સોમવારે બપોર સુધીમાં વધુ 85 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો :  કોરોનાનો કહેર : રાજકોટ કલેક્ટરે નિર્ણય બદલ્યો, ચાની કીટલી અને પાનના ગલ્લા ચાલુ રહેશે

આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 5788 ઉપર પહોચી ગયો છે. અને સાંજ સુધીમાં આંકડો વધે તેની કોઈ બે મત નથી. છેલ્લા દિવસોના આંકડા પર નજર કરીયો તો સાંજ સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા બેવડી સદી પાર કરી રહી છે. સુરતે કોરોનાની સંખ્યામાં અમદાવાદને પાછળ પાડી દીધુ છે. અમદાવાદ બાદ સુરતમાં સતત કેસો વધતા જતા સરકારની પણ ચિંતા વધી ગઈ છે.
Published by: Jay Mishra
First published: July 6, 2020, 4:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading