સુરત : 'વો મુજે માર દેગા,' પાડોશીએ 8 વર્ષના બાળક સાથે 15 દિવસ સુધી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

સુરત : 'વો મુજે માર દેગા,' પાડોશીએ 8 વર્ષના બાળક સાથે 15 દિવસ સુધી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ
સલાબતપુરા પોલીસ મથકની ફાઇલ તસવીર

સુરતના સલાબમતપુરા વિસ્તારની ઘટના બંધ મીલમાં લઈ જઈને બાળક સાથે હેવાનિયત આચરતો રહ્યો, માતાપિતાની ફરિયાદ બાદ પોલીસે નરાધમને ધરપકડ કરી

  • Share this:
સુરતઃ બળાત્કાર અને જાતિય શોષણના (Molestation) કિસ્સાઓમાં ફક્ત સ્ત્રીઓ કે બાળકીઓ ભોગ બને છે તેવું નથી. સમાજના કેટલાક વિકૃતો દ્વારા બાળકોનું પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. આવો જ એક જઘન્ય કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે જ્યાં એક નરાધમ પાડોશીએ (Neighbor) 8 વર્ષના કૂમળા બાળકને 15 દિવસ સુધી પોતાની હવસનો ભોગ બનાવી તેની સાથે કૂકર્મ આચર્યુ છે. શહેરના સલાબતપુરામાં (Salabatpura) 8 વર્ષીય બાળક પર તેમના પાડોશમાં રહેતા એક વ્યક્તિએ 15 દિવસ સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. 15 દિવસથી પાડોશી બંધ મિલમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો આચરતો હતો. આ ઉપરાંત પીડિત બાળકની નાની બહેનને પણ પથ્થર મારી છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે માસૂમ બાળકના ગુપ્તાંગમાંથી લોહી નીકળતા માતા-પિતાએ જોયું ત્યારે પાડોશી યુવકની હવસની પોલ ખુલી હતી. ડરના મારે માસુમે પિતાને કહ્યું-‘મુજે માર દેગા…’, જે પછી બાળકે 15 દિવસની તમામ હકીકત કહેતા પરિવારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સ્મીમેર હોસ્પિટલમાં બાળકનું તબીબી પરીક્ષણ કરાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો :  રાધનપુર : બેકાબૂ ક્રેટા રોડ પરથી ખેતરમાં ધસી જતા ત્રણ વ્યક્તિનાં મોત, દિવાળીએ માતમ છવાયો!

પીડિતના પિતાએ જણાવ્યું કે તેઓ 2 દીકરી અને 2 દીકરાના પિતા છે. કાપડ માર્કેટમાં મજુરી કામ કરી તેઓ પરિવારના 7 સભ્યોનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાતે 8 વર્ષીય મોટો દીકરો ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી. એક કલાક જેટલા સમય સુધી શોધખોળ કર્યા બાદ તે ડરના કારણે ધ્રુજતી હાલતમાં મળી આવ્યો હતો.

પીડિત બાળકે જણાવ્યું હતું કે, 15 દિવસથી ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો સેબાજ માત્રા નામનો યુવક રોજ ગમે તે સમયએ કાલીપુરા આંબાવાડી પાસેની બંધ મિલમાં તેને લઈ જતો અને ગંદુ કામ કરતો. જો કોઈને કહ્યું તો મારી નાખીશ એવી ધમકી આપતો. પુત્રની વ્યથા સાંભળી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ગયા. ફરજ પરના તબીબે તેમને સલાબતપુરા પોલીસ સ્ટેશન જઇ પોલીસ સાથે સ્મીમેર હોસ્પિટલ જવા સલાહ આપી હતી.

આ પણ વાંચો :  સુરત : વરાછાની પરિણીતાને પૂર્વ પ્રેમીના મિત્રએ બ્લેકમેલ કરી, અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

માતાપિતાની ફરિયાદના આધારે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી અને તેના કોવિડ ટેસ્ટની તજવીજ હાથ ધરી છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પાડોશી સાથે બાળકને ક્યાં સુધી મોકલવા તેની હદ માતાપિતાએ નક્કી કરવી પડશે. પાડોશમાં રહેતા આવા હેવાનોના કારણે પાડોશ ધર્મ લાજી રહ્યો છે અને ભવિષ્યમાં આ ઘટનાના કારણે સૂકા સાથે લીલું બળે તો પણ નવાઈ નહીં
Published by:Jay Mishra
First published:November 14, 2020, 17:04 pm

ટૉપ ન્યૂઝ