સુરતઃ ઘર નજીક રહેતા યુવકે રૂમમાં લઈ જઈ 8 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: November 21, 2019, 10:36 PM IST
સુરતઃ ઘર નજીક રહેતા યુવકે  રૂમમાં લઈ જઈ 8 વર્ષની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સુરતના લાલગેટ વિસ્તરમાં ફરી એકવાર આઠ વર્ષીય બાળકી હવસનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં પોલીસે હવસખોરને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  • Share this:
સુરતના (surat) લાલગેટ વિસ્તરમાં ફરી એકવાર આઠ વર્ષીય બાળકી હવસનો શિકાર બની છે. ઘટનાની જાણ થતાં પોલીસે (police) હવસખોરને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત પોલીસે ફરિયાદના આધારે બાળકીનું મેડિકલ પરીક્ષણ (Medical examination) કરાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં છેલ્લા લાંબા સમથી સ્લ્મ વિસ્તારમાં નાની બાળાઓને હવસખોર લોકો પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા હોવાની અનેક ઘટના બનતી રહે છે. બાળકીઓને ચોકલેટ કે રમકડાં આપવાના બહાને બોલાવીને હવસખોર પોતાની વાસના સંતોષતા હોય છે. આવી વધુ એક બાળકી આજ ગુરુવારે હવસખોરનો શિકાર બની છે.

આ પણ વાંચોઃ-પોતાના જન્મ દિવસે જ ફરી મામા બનશે સલમાન ખાન, અર્પિતા આપશે GOOD NEWS

લાલગટર વિસ્તારમાં રહેતી 8 વર્ષીય બાળાને ઘર નજીક રહેતો કોઈ યુવાન કોઈપણ લાલચ આપીને પોતાના રૂમમાં લઇ જઈને તેની સાથે દુસ્કર્મ આચર્યું હતું. પોતાની હવસ સંતોષ્યા બાદ આ બાળકીને છોડી મૂકી હતી.

આ પણ વાંચોઃ-છૂટાછેડાના છ વર્ષ પછી ફરી પરણશે કામ્યા પંજાબી, લગ્નની તારીખ જાહેર

જોકે બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના ઘરે આવીને પરિવારને કરતા પરિવાર તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તાતકાલિક આ બાળકીને મેડિકલ ચેકઅપ બાળકી જે વિસ્તારમાં રહે છે. તે વિસ્તારમાં હવસખોર યુવાનને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે દોડતી કરાઈ છે.આ પણ વાંચોઃ-તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

ડિંડોલીમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર યુવાને મરે ત્યાં સુધીની જેલની સજા
સુરતના ડિંડોલી વિસ્તાર સાડા ચાર વર્ષની બાળકી અપહરણ કરી બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય અને હત્યાના પ્રયાસના ગુનામાં આજે સુરતની કોર્ટ (surat court) આરોપીને સજા સંભળાવી છે. કોર્ટે આરોપીને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી. ઉપરાંત પીડિત બાળકીને વધારાના વળતર માટે સત્તામંડળને પણ ભલામણ કરી હતી. સતત નવ મહિના સુધી ચાલેલી ટ્રાયલમાં આરોપી સામે તેના જ ચાર વર્ષીય ભાણેજની પોલીસ સમક્ષની જુબાની, પીડિતાની જુબાની અને મેડિકલ એવિડન્સ ભારે પડયા હતા.
First published: November 21, 2019, 9:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading