Home /News /south-gujarat /

સુરત તંત્રમાં ફફડાટ, આજે 92 Corona કેસ, મોટાભાગના દર્દી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા

સુરત તંત્રમાં ફફડાટ, આજે 92 Corona કેસ, મોટાભાગના દર્દી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા

ફાઈલ ફોટો

લિંબાયત ઝોનમાં દર્દીની સંખ્યા ગતરોજ બાદ આજે ફરી એકવાર ઘટી છે, તેવામાં કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યા વધી રહી છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 92 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 70 જયારે ગ્રામીણ વિસ્તારમાં 22 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2589 પર પહોંચી ગયા છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 95 પર પહોંચ્યો છે, તેવામાં આજે 63 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 92 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 70 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2380 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 22 કેસ સાથે દર્દી સંખ્યા 209 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2589 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 95 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 93 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 59 જ્યારે જિલ્લામાં આજે 4 દર્દી રજા આપતા, કુલ 63 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1653 થઈ છે. જેમાંથી જિલ્લાના 104 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 11, વરાછા એ ઝોનમાં 6, વરાછા બી 5 રાંદેર ઝોન 5, કતારગામ ઝોનમાં 28, લીંબાયત ઝોનમાં 6, ઉધના ઝોનમાં 9 અને અથવા ઝોનમાં 0 કેસ નોંધાયા. આમતો લિંબાયત ઝોન અને કતારગામ ઝોનમાં દર્દી સંખ્યા વધતા તંત્રની ચિંતા વધી રહી છે.

આજે મોટાભાગના દર્દી ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા મળ્યા

તેવામાં લિંબાયત ઝોનમાં દર્દીની સંખ્યા ગતરોજ બાદ આજે ફરી એકવાર ઘટી છે, તેવામાં કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યા વધી રહી છે, ત્યારે લિંબાયત બાદ સતત કતારગામ ઝોનમાં દર્દીનો સતત વધારો થઈ રહ્યો છે. મહત્વની વાત એ છે કે, આજે આવેલા આવેલા પોઝિટિવ દર્દીમાંથી મોટા ભાગના દર્દી હીરા ઉધોગ સાથે સંકળાયેલ છે, તેને લઇને તંત્ર સાથે કતારગામ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid19 cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन