Home /News /south-gujarat /

સુરતમાં શુક્રવારે વધુ 76 પોઝિટિવ કેસ, ACP, ડોક્ટર, 12 રત્નકલાકાર સહિત જાણો કોને-કોને ચોંટ્યો Corona

સુરતમાં શુક્રવારે વધુ 76 પોઝિટિવ કેસ, ACP, ડોક્ટર, 12 રત્નકલાકાર સહિત જાણો કોને-કોને ચોંટ્યો Corona

પ્રતિકાત્મક તસવીર

તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડ લાઇનનું પાલન નથી કરતા, જેથી  તંત્ર દ્વારા આગામી દિવસમાં લાલ આંખ કરવામાં આવે તેવું લાગી રહ્યુ છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 76 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 68 જયારે ગ્રામીણ વિસ્તારમાં 8 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2665 પર પહોંચી છે, જયારે આજે એક લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 97 પર પહોંચ્યો છે, તેવામાં આજે 61 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 76 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 68 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 2448 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 8 કેસ સાથે દર્દી સંખ્યા 217 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2665 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે એક દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 97 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 95 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી58 જ્યારે જિલ્લામાં આજે3 દર્દી રજા આપતા, કુલ 61 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1714 થઈ છે. જેમાંથી જિલ્લાના 107 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 10, વરાછા એ ઝોનમાં 5, વરાછા બી 4 રાંદેર ઝોન 7, કતારગામ ઝોનમાં 27, લીબાયત ઝોનમાં7, ઉધના ઝોનમાં 3 અને અથવા ઝોનમાં 5 કેસ નોંધાયા.

જોકે, કતારગામ ઝોનમાં ગતરોજ જેટલા દર્દી નોંધાયા હતા એટલા દર્દી આજે પણ નોંધાયા છે. જોકે તેની સાથે આજે સેન્ટ્રલ ઝોનમાં પણ દર્દીની સંખ્યા વધી છે ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને સૂચના આપવા છતાંય લોકો ગાઈડ લાઇનનું પાલન નથી કરતા, જેથી  તંત્ર દ્વારા આગામી દિવસમાં લાલ આંખ કરવામાં આવે તેવું લાગી રહ્યુ છે.

જ્યારે આજે સુરત ગ્રામિણ વિસ્તારમાં ચોર્યાસી 1, કામરેજ 3 પલસાણા 2 બારડોલી 2 કેસ મળી આવ્યા છે ત્યારે ગતરોજ જે રીતે દર્દીની સંખ્યા વધી હતી તેને લઇને જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બનીયુ છે

તંત્રની ચિંતા વધી

મહત્વની વાત એ છે કે, આજે આવેલા પોઝિટિવ કેસમાં એક એસીપી, બે સિવિલ હોસ્પિટલના ડોક્ટર, 12 રત્નકલાકાર, હીરાની ઓફિસમાં કામ કરતા એકાઉન્ટન્ટ, રેલવેના ચીફ ટીટી, ખાનગી સ્કૂલના ટીચર, એક એડવોકેટ અને ખાનગી સ્કૂલના ડોક્ટરનો પણ કોરોના રિપોટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coronavirus updates, Surat covid cases, Surat covid19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन