સુરત: આજથી બે દિવસ સુધી પાણીકાપ, 70% વિસ્તારમાં પાણી નહીં મળે


Updated: February 28, 2020, 2:53 PM IST
સુરત: આજથી બે દિવસ સુધી પાણીકાપ, 70% વિસ્તારમાં પાણી નહીં મળે
પ્રતિકાત્મક તસવીર

શહેરના 40 લાખથી વધુ લોકોને અસર પહોચશે, લોકોને તકલીફ ન પડે તે માટે છેલ્લા અઠવાડિયાથી મનપાએ આ અંગેની જાહેરાત કરી હતી.

  • Share this:
સુરત : શહેરમાં છેલ્લા પાંચ દાયકામાં જર્જરીત થઇ ગયેલી પાણીની લાઇન બદલવાની કામગીરી પૂર્ણ થતા નવી લાઇનો નાખવામાં આવી હતી. જેને જોડાણ આપવાની કામગીરી શરુ થઇ ગઈ છે. જેને લઈને બે દિવસ શહેરના 70 ટકા વિસ્તારમાં પાણી કાપ રહેશે. જેને લઈને શહેરના 40 લાખથી વધુ લોકોને અસર પહોચશે.

વરાછા ઝોનમાં વૈશાલી હેલ્થ સેન્ટર જકંશન ચાર રસ્તા, વરાછા મેઇનરોડ અને ખાંડ બજાર સૂર્યપુર રેલવે ગરનાળા પાસે પસાર થતી પાણીની લાઇન વર્ષ 1969માં નાખવામાં આવી હતી. છેલ્લા પાંચ દાયકામાં પાણીની લાઇન જર્જરીત થઇ ગઇ હોય સુરત મનપાના પાણી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જૂની પાણીની લાઇનો બદલવાનું કામ ઘણા સમયથી થઇ રહ્યું છે. જેમાં વરાછા ગરનાળા નજીક આ કામ પૂરું થઇ જતાં નવી લાઇનોને જોડાણ આપવાનું હોવાથી પાણી પુરવઠો બંધ કરવો પડે તેમ હોવાથી 28 અને 29 ફેબ્રુઆરી રોજ અડધા શહેરમાં પાણી કાપ રહેશે. રેલવે ગરનાળા પાસે નવા જોડાણની કામગીરી શરુ થઇ ગઈ છે. જોકે આ લાઈન માત્ર 24 કલાકમાં નાખવાની તૈયારી કરી છે.

પાણીકાપને લઈ રેલવે સ્ટેશનથી ચોક, ઉમરવાડા, મગોબ, ડુંભાલ, આંજણા, ભાઠેના, પાંડેસરા, ઉધના, ખટોદરા, ભેદવાડ, ચીકુવાડી, મજૂરા, અઠવા, પાર્લેપોઇ્ટ, સિટીલાઇટ, અલથાણ, પનાસ, ભટાર, કતારગામ, વેડ, ડભોલી, સિંગણપોર, વેસુ, ડુમસ, ભીમપોર, ગિવયર, સુલતાનાબાદ, વાંટા, પુણા, ઉમરા, પીપલોદ, વરાછા, લંબે હનુમાન રોડ, બમરોલી સહિતનો વિસ્તાર પાણીકાપથી અસરગ્રસ્ત થશે. આ વિસ્તારના લોકોને આગોતરું આયોજન કરી લેવા જણાવાયું છે. આ પાણી કાપને પગલે આશરે 40 લાખથી પણ વધુ લોકોને અસર થવાની સંભાવના સેવાઈ રહી છે.

જોકે, મનપા દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે છેલ્લા એક અઠવાડીયાથી જાહેરાત કરવામાં આવતી હતી. જોકે, સયુંકત પરિવારમાં રહેતા અને ભાડે રહેતા લોકો માટે સ્ટોક કરવાની જગ્યા નથી હોતી અથવા વ્યક્તિ વધુ હોવાને લઇને પાણી પૂરું થઈ જવાની મુશ્કેલી ઉભી થઇ શકે છે. મનપા કર્મચારી મોટો સ્ટાફ 12 થી 18 કલાકમાં લાઈન બદલી પાણી પુરવઠો ચાલુ થાય તેવું આયોજન કરી રહ્યો છે.
First published: February 28, 2020
વધુ વાંચો
अगली ख़बर