Home /News /south-gujarat /

સુરત : 24 કલાકમાં વધુ 70ને ચોંટ્યો કોરોના, હવે કતારગામ ઝોનમાં ચિંતા વધી

સુરત : 24 કલાકમાં વધુ 70ને ચોંટ્યો કોરોના, હવે કતારગામ ઝોનમાં ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

24 કલાકમાં બે દર્દીના કોરોનાના કારણે મોત થયા જ્યારે 43 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, જાણો ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા?

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 47 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા ઓછી થઈ. સુરતમાં 65 જયારે ગ્રામીણ વિસ્તારમાં 5 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2356 પર પહોંચી છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 87 પર પહોંચ્યો છે, તેવામાં આજે 43 દર્દીએ કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 70  દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 65 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા  2179   જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 5  કેસ સાથે દર્દી સંખ્યા 177 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા  2356  પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 87 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 85 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 43  જ્યારે જિલ્લામાં આજે 2 દર્દી રજા આપતા,  કુલ 45 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1476 થઈ છે. જેમાંથી જિલ્લાના 96 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

આ પણ વાંચો :  તસવીરો : અમદાવાદમાં ધમાકેદાર વરસાદ, શહેરમાં 1-2 ઇંચ જેટલો ખાબક્યો, નવા વાડજમાં વૃક્ષ ધરાશાયી

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 4, વરાછા એ ઝોનમાં 0, વરાછા બી 3, રાંદેર ઝોન 3, કતારગામ ઝોનમાં 16, લીબાયત ઝોનમાં 6, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 3 કેસ નોંધાયા. આમતો લિબાયત ઝોન અને કતારગામ ઝોન દર્દી સંખ્યા વધતા તંત્ર ની ચિંતા વધી હતી તેવામાં લિબાયત ઝોન દર્દી સંખ્યા આજે ઓછી થઈ છે અને કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યા વધી રહી છે તેવામાં લિબાયત આમતો કોરોના હોસ્પોટ છે ત્યારે આ વિસ્તારના લોકો નોકરી વેપાર માટે બહાર નીકળી રહિયા છે જેને લઇને તંત્ર ની મુંજવણ વધી છે.

જેમાં સાંજે 5.00 વાગ્યા પછી 23 કેસનો ઉમેરો થયો હતો. ઐઆ 23 કેસમાં ઇસ્ટ ઝોન એમાં 1, બીમાં 1, વેસ્ટઝોનમાં 2, નોર્થ ઝોનમાં 7, સાઉથ ઝોનમાં 2, સાઉથ ઇસ્ટઝોનમાં 5, સાઉથ વેસ્ટઝોનમાં 2 મળીને 23 કેસનો ઉમેરો થયો હતો.

આ પણ વાંચો :   સુરત : લૉકડાઉનમાં છૂટ મળતા જ સમડીઓ સક્રિય, મોબાઇલ સ્નેચીંગની ઘટનાનો Video

અનલોક 1 શરુ  થતાની સાથે છેલ્લા સાત દિવસ માં સુરત માં કોરોના દર્દી વધી રહિયા  તેવામાં આજે દર્દી ઓછા થતા તંત્ર રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આજથી હોટલ રેસ્ટોરન્ટ મંદિર અને મોલ જે રીતે ચાલુ થયા છે ત્યારે આગામી દિવસ આ આંકડા વધે તેવું પણ લાગી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: COVID19, Surat coronavirus updates, Surat covid19, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन