Surat Murder case: સુરતના ઉધના રેલવે યાર્ડમાં 7 મહિનાની ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, CCTV આવ્યા સામે
Surat Murder case: સુરતના ઉધના રેલવે યાર્ડમાં 7 મહિનાની ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, CCTV આવ્યા સામે
સુરત શહેરમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.
Surat News: સુરત શહેરમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક મહિલાને મૃત મળી આવ્યાના સમાચાર મળતાની સાથે જ સુરત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
સુરત (Surat Crime News)ના ઉધના રેલવે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા (pregnant woman murder)ના મામલે હત્યા પેહલાના ચોંકાવનારા સીસીટીવી આવ્યા સામે આવ્યા છે. જમાં મૃતક મહિલા એક પુરૂષ અને બે વર્ષની બાળકી સાથે સીસીટીવીમાં દેખાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પતિએ પત્નીની હત્યા (Murder) બાદ બે વર્ષની બાળકીને સ્ટેશન પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે હત્યારો હત્યા બાદ તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી ફરાર થઈ ગયો હતો. બાળકીને હાલ પોલીસે સાથે રાખી માતાના હત્યારાની શોધ શરૂ કરી છે.
ઉધના રેલવે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાની લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળે દોડી તપાસ શરૂ કરી હતી અને મૃતક મહિલા કોણ છે તેની ઓળખ થવા પામી નથી. પોલીસે મહિલાની ઓળખ સાથે આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસના હાથે આજે મહત્ત્વના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં હત્યારો બીજું કોઈ નહીં પણ પતિ હોવાનું અનુમાન છે.
સુરત શહેરમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રેલવે યાર્ડમાંથી એક મહિલાને મૃત મળી આવ્યાના સમાચાર મળતાની સાથે જ સુરત રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક મહિલા સાત મહિનાની ગર્ભવતી હતી અને તેનું ગળું દબાવી તેની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે મૃતક મહિલા કોણ છે? ક્યાં રહે છે?
મૃતકની બે વર્ષની બાળકીને સાથે રાખીને પોલીસ હત્યારા સુધી પહોંચશે
મહિલા સાત મહિનાની ગર્ભવતી હોવા સાથે તેનું ગળું દબાવી હત્યા કરાઇ હોવાની પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે મૃતક મહિલા કોણ છે ક્યાં રહે છે અને તેની હત્યા કોને કયા કારણસર કરી છે? આ તમામ વિગતો મેળવવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે હાલ તો પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં માટે સીસીટીવી ફૂટેજના આધારે એક પુરુષની શોધખોળ શરૂ કરી છે. કારણ કે હત્યા પહેલા મૃતક મહિલાની સાથે એક બે વર્ષની બાળકી સાથે બ્લુ શર્ટ પહેરેલ એક પુરુષ હતો. આ પુરુષ મહિલાનો પતિ હોવાનું અનુમાન છે. ત્યારે હવે પોલીસ બે વર્ષની બાળકીને સાથે રાખીને હત્યારા સુધી પહોંચવાની ગતિવિધિ તેજ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર