સુરત : હીરા ઉદ્યોગ Corona ની ઝપટમાં, 7 પેઢી બંધ કરાવાઈ, 4ને દંડ, રત્નકલાકારોમાં ચિંતા


Updated: June 17, 2020, 10:34 PM IST
સુરત : હીરા ઉદ્યોગ Corona ની ઝપટમાં, 7 પેઢી બંધ કરાવાઈ, 4ને દંડ, રત્નકલાકારોમાં ચિંતા
પ્રતિકાત્મક તસવીર

આજે પણ 12 રત્નકલાકાર અને બે હિરા ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ચિંતા વધી

  • Share this:
સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા કેસોમાં ડાયમંડની પેઢીઓમાં પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. જેથી હવે મનપા કમિશનર દ્વારા આવા યુનિટો સામે કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. જે પણ યુનિટોમાં કેસો આવે તેને હાલમાં બંધ કરાવી દેવામાં આવે છે. આજે પણ કતારગામ ઝોનમાં કુલ સાત ઝોનને બંધ કરાવવામાં આવ્યા હતા. જેમાં ચાર ને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કુલ 128 લોકોને હોમ ક્વોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છેકે પાછલા કેટલાક દિવસો થી સૌથી વધુ કેસ કતારગામ વિસ્તારમાં આવી રહ્યા છે અને વધુ પડતા રત્નકલાકારો આવે છે સામે આજે પણ 12 રત્નકલાકાર અને બે હિરા ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કતારગામ વિસ્તારમાં ડાયમંડ યુનિટો ચાલુ થતાની સાથે જ કોરોનાના કેસો પણ વધ્યા છે. હાલમાં મળતા કેસોમાં 50 ટકા કેસો ડાયમંડ યુનિટો સાથેના સંપર્કમાં આવતા હોય તેવા નીકળી રહ્યા છે. જે પણ ડાયમંડ યુનિટોમાં કેસો આવે તેને બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ સિવાય મનપા કમિશ્નરે દંડ ફટકારવાનો પણ આદેશ આપતા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ નંદુ ડોશીની વાડી દાનેવ એસ્ટેટ 301માં આવેલ ઓમ સ્ટાર ડાયમંડમાં 1 વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન કરી 5000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસ : રાજ્યમાં નવા 520 કેસ નોંધાયા, 24 કલાકમાં 27 દર્દીના મોત

આ સિવાય વસ્તાદેવાળી રોડ પર ક્રિષ્ણા ડાયમંડ બિલ્ડીંગમાં એ/104માં નીલમ ડાયમંડ ફેકટરીમાં કામ કરતા 5 વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન કરી 2000 નો દંડ વસુલવામાં આવ્યો હતો. કતારગામમાં પટેલ ફળિયાની બાજુમાં સાપરા મીઠાઈની બાજુમાં આવેલ શિવમ એક્સપર્ટ ને 4000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ સિવાય કતારગામમાં મહેતા પેટ્રોલપમ્પ ની પાસે વૈશાલી જેમ્સના બીજા માલમાં 35 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને 3000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. નંદુડોશી ની વાડીમાં આવેલ સીતારામ કોમ્પ્લેક્ષમાં 302માં દ્રષ્ટિ જેમ્સમાં કામ કરતા 12 લોકો તથા સીતારામ કોમ્પ્લેક્ષમાં જ 201 નંબરમાં આવેલ જમુનેશ ડાયમંડના 40 કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે નંદુડોઢીની વાડીમાં આવેલ ધર્મનંદન ડાયમંડના શ્રીજી જેમ્સમાં 35 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આમ કુલ 128 લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો :   મહિલાઓ માટે સારા સમાચાર, સુરતની સાડીઓ કોરોનાથી 'બચાવશે', ખાસ કીટ સાથે મળશે પરિધાન

આ તમામ ખાતાઓના માળ બંધ કરાવી દેવામાં આવ્યા છે. કતારગામ ઝોન વિસ્તારમાં દબાણની કામગીરી પણ કરવામાં આવી હતી જેમાં 56 લારી અને 140 પાથરણા જપ્ત કરવામાં આવ્યા હતા. અલગ અલગ દુકાનદારો અને લારીવાળા પાસેથી 36900 નો દંડ પણ વસુલવામાં આવ્યો છે. કતારગામ ઝોન વિસ્તારમાં માસ્ક વગર લારી ચલાવતા સંચાલકો, દુકાનદારો પાસેથી 50900 નો દંડ વસુલવામાં આવ્યો હતો.
First published: June 17, 2020, 10:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading