પ્રથમ વખત સુરતમાં યોજાયેલ હરાજીમાં 7.38 કરોડના હીરા વેચાયા

News18 Gujarati
Updated: October 9, 2019, 11:21 PM IST
પ્રથમ વખત સુરતમાં યોજાયેલ હરાજીમાં 7.38 કરોડના હીરા વેચાયા
પ્રતિકાત્મક તસવીર

ડાયમંડ નગરીમાં પહેલી વાર યોજાઇ હરાજી, ઇન્ટરનેશનલ માઇનિંગ કંપનીઓના દ્વારા ખુલ્યા

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : ડાયમંડનું હબ ગણાતા સુરતમાં સૌપ્રથમ વખત ડાયમંડ માઈનિંગ કંપની દ્વારા તેના હીરાની હરાજી યોજાઇ હતી. મધ્ય પ્રદેશની પન્ના માઈન્સના 24 હજાર કેરેટના હીરાનું પ્રદર્શન ઈચ્છાપોર ખાતે તૈયાર જીજેઈપીસીના સુરત ઈન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર ખાતે યોજાયું હતું. જેમાં સુરતની 36 કંપનીઓએ ભાગ લઈ તા.27મી સપ્ટેમ્બરથી યોજાયેલા ઈ-ઓક્શનમાં 5950 કેરેટના હીરાનુ ઓકશન થયું હતું. જેનું મુલ્ય 7 કરોડથી વધુ થાય છે.

અત્યાર સુધી એકેય ડાયમંડ માઈનીંગ કંપની સુરતમાં ડાયમંડના ટ્રેડિંગ કે પ્રદર્શન માટે આવતી ન હતી. જેની પાછળ કસ્ટમની પરવાનગી તેમજ ઉંચા ટેક્સ રેટને જવાબદાર ગણવામાં આવતું હતું. જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે તૈયાર કરવામાં આવેલા ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે સપ્ટેમ્બર માસમાં 3 દિવસ માટે હીરાનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં એમપીના પન્ના માઈન્સની કંપની સુરતમાં પ્રથમ વખત તેના 24 હજાર કેરેટ જેમ ક્વોલિટીના હીરાના પ્રદર્શન માટે આવી હતી. આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં 36 જેટલી સુરતની કંપનીઓએ રજિસ્ટ્રેશન કરી હીરાની ચકાસણી કરી હતી.

આ પણ વાંચો - સુરત : જન્મદિનની ઉજવણીમાં તલવારથી કેક કાપનાર અને ફાયરિંગ કરનારની ધરપકડ

ઈ-ઓક્શનમાં સુરતની કંપનીઓએ ભાગ લઈ 24 હજાર પૈકી 5950 કેરેટના 110 પેકેટ 7.38 કરોડ રુપિયાની કિંમતે ખરીદ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરત આવી હીરાનું પ્રદર્શન યોજવા માટે ઈન્ટરનેશનલ ડાયમંડ માઈનિંગ કંપનીઓ જેવી કે ડીબિયર્સ, અલરોઝા, રીયો ટીન્ટોએ તૈયારી બતાવી છે. કસ્ટમ દ્વારા ડાય ટ્રેડ સેન્ટરને પરવાનગી મળવાની રાહ જોવાઈ રહી છે.
First published: October 9, 2019, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading