સુરતમાં 198 કરોડના ખર્ચે 663 કીમી રસ્તા રીપેર કરાશે

News18 Gujarati
Updated: December 9, 2019, 6:53 PM IST
સુરતમાં 198 કરોડના ખર્ચે 663 કીમી રસ્તા રીપેર કરાશે
પ્રતિકાત્મક તસવીર

આખરે શાસકોની આખ ખુલતા એક બે નહિ પરંતુ પુરા 663 કીમીના રસ્તા 198 કરોડના કામને મંજુરી આપી દેવામાં આવી

  • Share this:
ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું હતું અને ભારે વરસાદને કારણે સુરત શહેરના રસ્તાઓ બિસ્માર થઇ ગયા હતા. ચોમાસું પુર્ણ થયા બાદ રસ્તાઓ માત્ર થોડા ઘણા રીપેર કરવામાં આવ્યા હતા પરંતુ તેને બનાવવાની કામગીરી કરવામાં ન આવી હતી, જેથી શહેરી જનો અત્યાર સુધી પરેશાન થયા હતા. પરંતુ આખરે શાસકોની આખ ખુલતા એક બે નહિ પરંતુ પુરા 663 કીમીના રસ્તા 198 કરોડના કામને મંજુરી આપી દેવામાં આવી છે. જેમાં સોસાયટીઓના રસ્તાઓનો પણ સમાવેશ થાય છે.

ચાર માસની જગ્યાએ આ વખતે ચોમાસું વઘારે સમય રહ્યું હતું. અને દિવાળીના દિવસો તેમજ ત્યાર બાદ પણ વરસાદ શરૂ રહ્યો હતો. જેને લઇને સુરત શહેરના રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. રસ્તાઓ બિસ્માર થવાની સાથે મોટા ખાડા પણ તેમાં પડી ગયા હતા. જેતે સમયે વધુ ખરાબ રસ્તામાં કપચી અને રેતી નાખી તેને ટેમ્પરરી રીપેર કરવામાં આવ્યા હતા. પરંતુ રસ્તાઓની હાલત અંગે સ્થાયી સમિતિ દ્વારા સંલગ્ન વિભાગો પાસેથી માહિતી મંગાવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે 663 કીમીના રસ્તા સમગ્ર શહેરમાં તુટી ગયા છે. જેમાં મુખ્ય માર્ગો, ઇન્ટરનરલ રોડ તેમજ સોસાયટીના રસ્તાઓનો સમાવેશ થાય છે.

સ્થાયી સમિતિના ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે આ વખતે રસ્તા રીપેરીંગ માટે સમય લાગી ગયો છે. પરંતુ ઝડપથી આ કામ પુર્ણ કરવામાં આવશે. આ રોડ રીપેરીંગ માટે 198 કરોડ મંજુર સ્થાયી સમિતિએ કરી દીધા છે. જેના ટેન્ડરો પણ મનપા દ્વારા ફાળવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને આ વખતે રસ્તા કામ બાદ તેને ખોદવાની પરમિશન પણ અમુક એજન્સીને ઇમરજન્સી કેસમાંજ આપવામાં આવશે. તેમજ સ્થાયી સમિતિએ તમામ અધિકારીઓને યોગ્ય મોનીટરીંગ કરી આ રોડ તૈયાર કરાવવાની સુચના પણ આપી છે.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर