સુરત: આવતીકાલથી કાપડ માર્કેટની 65 હજાર દુકાનો, હીરા બજારના યુનિટો બંધ રહેશે

સુરત: આવતીકાલથી કાપડ માર્કેટની 65 હજાર દુકાનો, હીરા બજારના યુનિટો બંધ રહેશે
સુરત કાપડ અને ડાયમંડ માર્કેટ આવતીકાલથી બંધ રખાશે

દરિયા કિનારે લોકો માટે પ્રતિબંધ સાથે પોલીસ ગોઠવામાં આવી, શુભ પ્રસંગના વરઘોડો પણ નહીં કાઢવા અપીલ કરાઈ

  • Share this:
સુરતમાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઇ છે. કોરોના આ કહેરના કારણે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે જેને અનુસંધાને કાપડ માર્કેટ આગામી દસ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાપડના 200 માર્કેટની 65 હજાર દુકાનો રહશે બંધ, તમને જણાવી દઈએ કે, અંદાજે 4 લાખ લોકો આ માર્કેટમાં કરે છે કામ.

આમતો સુરત હીરાની નગરી કહેવાય છે, પરંતુ આ હીરાની નગરીમાં હીરા સિવાઈ બીજા કોઈ ધંધો કે વેપાર પ્રચલિત હોય તો એ છે કે કાપડ માર્કેટ. જી હા જે પ્રકારે દેશભરમાં વાઇરસને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકો મોતને ભેટી રહ્યા છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આ કોરોના વાયરસના પગપેસારો ગુજરાતમાં પણ થઇ ચૂક્યો છે ગત રોજ ગુજરાતમાં બે કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં હાહાકાર મચી જવા પામ્યો છે સુરતમાં એક વડોદરામાં એક રાજકોટમાં એક અને અમદાવાદના બે કેસે મળી કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને જોઇને સરકાર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.સુરતમાં144ની કલમ લાગુ કરાઈ હતી, ત્યારબાદ સુરતના બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે સુરતનું ધમધમતો કાપડ માર્કેટ પણ દસ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના કાપડ માર્કેટમાં રોજ હજારો લોકોની અવર-જવર થતી હોય છે જેના કારણે રોક ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે જેને લઇને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી 30 માર્ચ સુધી કાપડ માર્કેટ બંધ રહેશે એક તરફ ને લઈને દેશની અર્થવ્યવસ્થા ખોરંભે ચઢી છે સુરતનું કાપડ માર્કેટ કે જે રોજનો કરોડો રૂપિયાનો વેપાર કરે છે તે બંધ રહેશે કાપડ માર્કેટ ને પણ મોટુ નુકસાન પહોંચશે. પરંતુ કોના વાયરસ સામે બચવા માટે વેપારીઓને નુકસાન સહન કરવા પણ તૈયાર છે અને લોકોને સાવચેત રહેવા પણ આહવાન કર્યું છે.

કોરોના વાઇરસને લઇને રવિવારની સાથે શનિવારના રોજ પણ હીરા બજાર સાથે યુનિટો બંધ રહશે

રવિવારે લોકોએ જનતા કર્ફયુ સવારે 7 થી રાત્રે 9 સુધી પોતાના ઘરમાં રહીને કરવાનો છે, ત્યારે વડા પ્રધાનના આ નિર્ણયને સુરત ડાયમંડ ઉધોગ દ્વારા આવકારવામાં આવ્યો છે, સાથે સાથે હીરા બજાર શનિવારે પણ સંપૂર્ણ બંધ પાડવાની છે જોકે સુરતમાં આવેલ હીરાના યુનિટોએ આ બંધમાં પોતાની સ્વેચ્છાએ જોડાવા હોય તો જોડાઈ શકે છે. જોકે આ ઉધોગમાં અંદાજિત 10 લાખ લોકો કામ કરે છે, ત્યારે આ વાઇસર ઝડપ ભેર ફેલાઈ શકે છે, જેથી આ બંધમાં જોડાવાથી લોકો વાઇરસથી બચી શકે છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં આલોકોજોડાય તેવી આશા ડાયમંડ એસોસિએશને કરી છે

દરિયા કિનારે લોકો માટે પ્રતિબંધ સાથે પોલીસ ગોઠવામાં આવી, શુભ પ્રસંગના વરઘોડો પણ નહીં કાઢવા અપીલ કરાઈ

કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં ૧૪૪ કલમ લાગુ કરી દેવામાં આવી છે અને ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન ન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું. સુરતના સુરતી આમ તો મોજ શોખ માટે દુનિયામાં જાણીતા છે, કારણ કે સુરતમાં આવેલ પ્લૅગ સમયે પણ સુરતના સુરતી મોજ શોખ કરવા જોવા મળ્યા હતા, તેવામાં ગતરોજ સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જેને લઈને તંત્ર તો સજાગ છે જ પરંતુ પોલીસખાતું પણ સજાગ થઇ ગયું છે.

સુરતમાં પોલીસ કમિશનરે 144 કલમ લાગુ કરી દીધી છે જાહેર સ્થળો પર ૪ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, સુરતના ડુમસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કારણ કે હાલમાં શાળા કોલેજમાં રજા છે સાથે જે રીતે આ વાઇરસને લઇને મોટા ભાગની ઓફિસો પણ બંધ છે ત્યારે લોકો મોટી સખિયામાં પરિવાર સાથે ફરવા નીકળી પડે અને વધુ લોકોનો સમૂહ એકત્ર નહિ થાય તે માટે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે, આવા ફરવાના સ્થળ જે સુરતના સુરતી વધુ પસંદ કરે છે ત્યાં નહિ જાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ લોકોને શહેરમાં કોઈ પણ જાતના વરઘોડો નહિ કાઢવા પણ અપીલ કરી છે. કારણ કે લગન હોય કે ધાર્મિક વરઘોડો અહીંયા પણ લોકોનો સમૂહ એકત્ર થતા આ વાઇરસ ફેલાઈ શકે છે, જેને લઇને આ પ્રકરનું જાહેર નમું બહાર પાડીને તેનું કડક પાને અમલ થાય અને શહેરના લોકો તેનો અમલ કરે તેવી આધા પોલીસ કમિશ્નર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
First published:March 20, 2020, 18:28 pm

टॉप स्टोरीज