સુરતઃ કામ પર જવા નીકળેલા રજનીકાંત અચાનક થયા ગાયબ, તાપી નદીમાંથી મળી લાશ, પરિજનો જોતા રહ્યા રાહ

સુરતઃ કામ પર જવા નીકળેલા રજનીકાંત અચાનક થયા ગાયબ, તાપી નદીમાંથી મળી લાશ, પરિજનો જોતા રહ્યા રાહ
ઘટના સ્થળની તસવીર

ઘર નજીક આવેલ તાપી નદીની કિનારે આવેલ સિદ્ધકુટીર મંદિર નજીક લોકોને ચપ્પલ મળી આવ્યા હતા. આ મામલે ગુનો દાખલ કરી આ આધેડે હત્યા કે આત્મહત્યા મામલે તપાસ શરુ કરી છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat) સતત આપઘાતની (suicie) ઘટના વધી રહી છે તાયે આજે કાપોદ્રા વિસ્તારમાં ઘરેથી કામ માટે નીકળેલ આધેડની તાપી નદીમાંથી (tapi river) લાશ મળી આવી હતી જોકે અધખોળની લાશને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ત્યારે પોલીસે (police) આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂં કરી છે .

સુરતમાં આપઘાત કે હત્યા ની ઘટના સમયે આવી રહી છે. જોકે કોરોના લઇને આર્થિક ભીંસમાં અને સંકડામણમાં આવીને લોકો સતત આપઘાત તરફ વળી રહ્યા છે. ત્યારે તેમાં પણ સુરતમાં આપઘાત માટે જાણે લોકો તાપી નદીમાં સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા ખાતે એક એવી ઘટના સમયે આવી જી લઇને લોકોમાં કુતુહલ સર્જાયું છે.સુરતના કાપોદ્રા ખાતે રહેતા અને મજૂરી કામ કરતા 62 વર્ષીય રજનીકાંત ચોધારી આજે પોતાના નિત્ય ક્રમ મુજબ કામ પર જવા માટે નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા જોકે ઘર નજીક આવેલ તાપી નદીની કિનારે આવેલ સિદ્ધકુટીર મંદિર નજીક લોકોને ચપ્પલ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

આ પણ વાંચોઃ-મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

જેને લઈને કોઈ વ્યટક્તિએ આપઘાત માટે નદીમાં ઝંપલાવ્યુ હોવાનું લગતા સ્થાનિક લોકોએ આ બાબતે ફાયર વિભાગને જાણકારી આપતા ફાયર વિભાગ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર દોડી આવીને નદીમાં તપાસ કરતા આ આધેડની લાશ મળી આવી હતી.જોકે આ આધારે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા થઈ છે તેને લઈને અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. કારણ કે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલા આધેડની લાશ નદીમાંથી મળી આવતા પોલીસ પણ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર દોડી આવી હતી. જેણે આ મામલે ગુનો દાખલ કરી આ આધેડે હત્યા કે આત્મહત્યા મામલે તપાસ શરુ કરી છે.
Published by:ankit patel
First published:May 09, 2021, 19:56 pm

ટૉપ ન્યૂઝ