સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 601.45 કરોડ બજેટ મંજૂર

News18 Gujarati
Updated: December 4, 2019, 10:31 PM IST
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 601.45 કરોડ બજેટ મંજૂર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 601.45 કરોડ બજેટ મંજૂર

90 ટકા ખર્ચ કર્મચારી અને શિક્ષકોના પગારનો, સ્થાયી સમિતિમાં બજેટ રજુ કરવામાં આવશે

  • Share this:
સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2020 -21નું અદાજ પત્ર મંજુર કર્યું હતું. જેમાં સમિતિની સ્કૂલો માટે 601.45 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે પાછલા વર્ષની સરખામણીમાં 78.55 કરોડ વધારે છે. શાસણાધિકારી દ્વારા રજુ કરવામાં આવેલા અંદાજપત્રમાં 5 કરોડ જેટલો કરકસર પુરકનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ બજેટને સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવશે ત્યા તેનો અંદાજ મંજુર કરાશે. આ બજેટમાં મહતમ ખર્ચ કર્મચારીઓ અને શિક્ષકોના પગારનો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં દર વર્ષે વધારો જોવા મળે છે. પરંતુ તેમાં સૌથી વધારે ખર્ચ શિક્ષકો અને કર્મચારીઓના પગારમાં રૂપિયા વધારે જાય છે. સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે આ નવા અંદાજમાં પણ વિદ્યાર્થીઓને એક જ યુનિફોર્મ સમિતિના ખર્ચે આપવામાં આવશે. જયારે બીજા યુનિફોર્મ માટે સર્વ શિક્ષા અભ્યાસમાંથી આવતી ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચો - ગાંધીધામ એક્સપ્રેસમાં થયેલી 80 લાખથી વધુ લૂંટનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો

આ ઉપરાત હવે સ્કુલો માટે કોમ્પ્યુટર , પ્રિન્ટર , સીસીટીવી , રમતગમતના સાધનો તેમજ ડીજીટલ બોર્ડ બજેટમાંથી નહીં લઇને સાંસદો અને સ્થાનિક ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી મેળવવામાં આવશે. વિદ્યાર્થીઓના બુટ મોજા માટે સવા ચાર કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 50 લાખની જોગવાઇ વિદ્યાર્થીઓને આધુનિક બાયોમેટ્રીક કાર્ડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. 601.45 કરોડનું બજેટ નગર પ્રાથમિક શિક્ષણ સિમિત દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે આગામી દિવસમાં મનપાની સ્થાયી સમિતિમા રજુ કરવામાં આવશે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर