સુરત : છૂટછાટ મળતા જ કેસમાં વધારો, 24 કલાકમાં 60 નવા કેસ પોઝિટિવ, 2 દર્દીનાં મોત


Updated: June 2, 2020, 7:39 PM IST
સુરત : છૂટછાટ મળતા જ કેસમાં વધારો, 24 કલાકમાં 60 નવા કેસ પોઝિટિવ, 2 દર્દીનાં મોત
પ્રતિકાત્મક તસવીર

સુરતમાંથી આજે 29 દર્દીઓે કોરોનાને હરાવ્યો, છતાં કેસની સંખ્યામાં પણ વધારો, જાણો ક્યા વિસ્તારમાં કોરોના ફેલાયો

  • Share this:
સુરતમાં સતત કોરોનાના દર્દી વધી રહ્યા છે ત્યારે આજે વધુ 60 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરત માં 54 જયારે ગ્રામીણ વિસ્તારમાં 6 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 1821 પર પહોંચી છે. જ્યારે કોરોના વાયરસના કારણે આજે બે મોત થતા મૃત્યુનો આંક 74 પર પહોંચ્યો છે. જોકે, આ બધાની વચ્ચે આજે સુરતમાંથી 29 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દી સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોનાના પોઝિટિવ નવા 60 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 54 કેસ નોંધાયા છે. શહેર વિસ્તારમાં અત્યારસુધી પોઝિટિવ દર્દીની સંખ્યા 1696 જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે વધુ 6 કેસ સાથે દર્દી સંખ્યા 125 પર પહોંચી છે. આમ જિલ્લાના કુલ અત્યારસુધી નોંધાયેલા દર્દીની કુલ દર્દીની સંખ્યા 1824 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :  નિસર્ગની અસર : પવનના કારણે ડેલો માથે પડતા જૂનાગઢમાં આધેડનું મોત, સાવલીમાં વીજળી પડતા એકનું મોત

તેવામાં આજે બે દર્દીનાં કોરોનાને લઇને મોત થયા છે. આમ સુરતનો કુલ મૃત્યુઆંક 74 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 72 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 27 અને જિલ્લાનાં 2 મળીને કુલ 29 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1208 થઈ છે. જેમાંથી જિલ્લાના 88 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

જોકે આજે કોરોના ને લઇને મોત  થનારામાં વરાછા વિસ્તારમાં આવેલ એ.કે. રોડ વિશાલ નગર ખાતે રહેતા55 વર્ષીય  નિર્મળાબેન પ્રવિણભાઈ ચોટલિયા ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેમને કોરોનાના લક્ષણો દેખાતા ગઈ તા.27મી મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન મોત થયું છે.

આ પણ વાંચો :  સુરત : યુવકે વરાછાની યુવતી સાથે શરીર સંબંધ બાધ્યો, બાદમાં અંગત તસવીરો video વાયરલ કરવાની ધમકીજયારે આઠવા વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતા 61 વર્ષીય કાંતાબેન રાણા ડાયાબિટીસ અને થાઇરોડની બીબારી પીડાતા હતા અને તેમને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે 25 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેમનું મોત થયું છે. જોકે આંકડાકીય રીતે જોવામાં આવે તો સૌથી વધુ કેસ લીંબાયતમાં સામે આવ્યા છે. આજે સેન્ટ્રલ ઝોનમાં 11, વરાછા એ ઝોનમાં 2 કતારગામ ઝોનમાં 13 લીબાયત ઝોનમાં 14 ઉધના ઝોનમાં 8 અથવા ઝોનમાં 4 કેસ નોંધાયા છે. આમ તો લીંબાયત સાથે લીંબાયત સાથે કતારગામાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્ર ની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે.

 
First published: June 2, 2020, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading