સુરતઃ 56 વર્ષીય વૃદ્ધે બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું, રંગેહાથે ઝડપાયો

બાળકીઓના અવાજ આવવાથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો.

News18 Gujarati
Updated: August 28, 2019, 3:59 PM IST
સુરતઃ 56 વર્ષીય વૃદ્ધે બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું, રંગેહાથે ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 28, 2019, 3:59 PM IST
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ત્યારે બે નાની માસુમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. 56 વર્ષીય વૃદ્ધે બંને માસુમ બાળકીઓ સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. ટોળાએ આરોપીને રંગેહાથે પકડીના માર માર્યો હતો. ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતના સલાબતપુરા વિસ્તારમાં બે નાની માસુમ બાળકીઓ રમતી હતી. ત્યાં 56 વર્ષીય વૃદ્ધ આવીને બંને બાળકીઓ સાથે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીઓના અવાજ આવવાથી સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. અને લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો હતો.આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસે બે યુવકોને વાળ પકડી દંડા વડે ફટકાર્યા, વીડિયો વાયરલ થયો

ઉશ્કેરાયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ વૃદ્ધને સલાબતપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વૃદ્ધ સામે દુષ્કર્મ સહિતની કલમો લગાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં વરાછામાં રહેતી યુવકીને છેલ્લા ઘણા સમયથી એક આરોપી હેરાન-પરેશાન કરતો હતો. તે સ્કૂલ અને ક્લાસની બહાર અડિંગો જમાી કિશોરીની છેડતી કરતો હતો. દરમિયાન તેણે કિશોરીના ફોટા પણ પાડી રલીધા હતા અને તેના દ્વારા બ્લેકમેઇલ કરતો હતો.
Loading...

દરમિયાન ગત 16મી તારીખના રોજ સવારે યુવક પીડિતાના બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી વેલંજા ખાતે લઈ ગયો હતો અને તેના અડપલાં કર્યા હતા. બાદમાં પીડિતાને ફોટા બતાવી બ્લેકમેલ કરી અને દુષ્કર્મ આચર્યુ હતું. દરમિયાન ત્યાં આવેલા યુવકના મિત્રએ પણ પીડિતા સાથે કુકર્મ કર્યુ હતું
First published: August 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...