54 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન

News18 Gujarati
Updated: June 21, 2019, 6:46 PM IST
54 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોનું દાન, સુરતમાંથી બીજી વખત ફેંફસાનું દાન
અંગોનું દાન કરનાર કિરણબેન

શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું.

  • Share this:
કિર્તેષ પટેલ, સુરતઃ ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય પ્લેન મુંબઈના દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતાં નવું જીવન આપવામાં આવ્યું હતું.

પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો

સુરતમાં રહેતા કિરણબેન કલ્પેશભાઈ લાકડાવાલા(ઉ.વ.આ.54)ને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. કિરણબેનની સારવાર બીએપીએસ પ્રમુખ સ્વામિ હોસ્પિટલમાં ચાલતી હતી. આ દરમિયાન પરિવારે કિરણબેનના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. જેથી તેમના હ્રદય અને ફેંફસાને મુંબઈના મુલુંડની હોસ્પિટલમાં રહેલા દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં.

કલ્પેશભાઈ લાકડાવાલા અને તેમના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય કરીને એકનું જીવન બચાવી લેવામાં આવ્યું હતું.

સુરતમાંથી 23માં હ્રદયનું દાન

સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસો અગાઉ ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત ફેંફસાનું દાન કરવામાં આવ્યું હતું તેના થોડા જ દિવસો બાદ કિરણબેનના ફેંફસા અને હ્રદયનું દાન કરાયું છે.આ પણ વાંચોઃ-સુરતઃ કડોદરા પોલીસે દંડા વડે બેરહેમીથી ફટકારી યુવકની ફોટી નાંખી આંખ

જેથી સુરતમાંથી કુલ બીજી વખત ફેંફસાનું અને 23માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. આ સહિત કિડની, લિવર અને આંખોના દાન પણ શહેરના લોકો દ્વારા કરીને જરૂરીયાતમંદોને નવજીવન આપવામાં આવી રહ્યાં છે.
First published: June 21, 2019
વધુ વાંચો
अगली ख़बर