સુરતઃ હાઈ બ્લડ પ્રેશર સાથે 21 દિવસ ઓક્સિજન ઉપર રહી 52 વર્ષીય શોભનાબહેને coronaને હરાવ્યો


Updated: September 25, 2020, 11:34 PM IST
સુરતઃ હાઈ બ્લડ પ્રેશર સાથે 21 દિવસ ઓક્સિજન ઉપર રહી 52 વર્ષીય શોભનાબહેને coronaને હરાવ્યો
શોભના બહેનની તસવીર

હાઈ બ્લડ પ્રેશર હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સિવિલ તબીબો, નર્સીંગ સ્ટાફના આશ્વાસન અને સારવારના 25 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે.

  • Share this:
સુરતઃ શહેરના કોરોના (coronavirus) સંક્રમણ વચ્ચે અનેક લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ રહ્યા છે. શહેરનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. શહેરના ડિંડોલી વિસ્તારની પ્રિયંકા સોસાયટીમાં રહેતા 52 વર્ષીય શોભાબેન ગોડસે ચાર દિવસ ખાનગી હોસ્પિટલ અને 19 દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી  કોરોનાને મ્હાત આપી હતી.

શોભાબેન ગોડસેને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.  હાઈ બ્લડ પ્રેશર હોવાથી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. સિવિલ તબીબો, નર્સીંગ સ્ટાફના આશ્વાસન અને સારવારના 25 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી છે.  તેઓ સારવાર બદલ રાજય સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યકત કરે છે.

કોરોનામુક્ત શોભાબેનના પુત્ર રાકેશ ગોડસેએ જણાવ્યું કે, મારા મમ્મીને તા. 25 ઓગસ્ટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાઇ બ્લડ પ્રેશરના કારણે ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. ત્યાંથી  તા.29 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા. સિવિલમાં ૧૯ દિવસ અને પ્રાઇવેટમાં ૪ દિવસ એમ કુલ ૨૩ દિવસની સારવારમાં 21 દિવસ ઓક્સિજન પર રહી સ્વસ્થ થયા છે.  પરિવાર સિવિલ હોસ્પિટલનો ઋણી છે.

આ પણ વાંચોઃ-રૂપિયા કમાવવા ડાંગનો યુવક સુરત આવ્યો, TRB જવાનની માનતવા, ઘટના વાંચીને આંખમાંથી આવી જશે પાણી

બિમારી ધરાવતા દર્દિઓને કોરોનામાં સારા કરવા મુશ્કેલ સાબીત થાય છે. અત્યાર સુધી જે મોત નિપજયા છે જેમાં પહેલેથીજ એ વ્યકિતને કોઇને કોઇ બીમારી હોઇ છે. આવા સમયે શોભનાબેનનો કેસ પણ સિવિલ હોસ્પિટલના ડોકટરો માટે એક ચેલેન્જ હતો . કારણ કે કોરોના સંક્રમણની સાથે તેમને હાઇ પ્રેશરની બિમારી હતી . જેથીજ તેમને 21 દિવસ સુધી ઓકસીજન પર રાખવાનો વારો આવ્યો હતો. અને ત્યાર હાદ પ્રોપર સારવાર અને શોભનાબેનના મનોબળે તેમને ફરિ સ્વર્છ કરી ઘરે પરત મોકલ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ 28 વર્ષથી પોલીસને 'ખો' આપતો હુશેન મહંમદ યાસીન ઝડપાયો, પાડોશીની હત્યામાં થઈ હતી આજીવન કેદની સજાઉલ્લેખનીય છે કે સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 300 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 184 જયારે ગ્રામીણ વિસ્તારમાં 116 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 27692 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 909 પર પહોંચ્યો છે, તેવામાં આજે 292 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સતત ચાર દિવસના ઘટાડાને લાગી બ્રેક, સોના-ચાંદીના ભાવમાં થયો સુધારો, જાણો આજના નવા ભાવ

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 300 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 184 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 20627 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 116 કેસ સાથે દર્દી સંખ્યા 7065 પર પહોંચી છે.


કુલ દર્દી સંખ્યા 27692 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 909 થયો છે. જેમાંથી 243 મૃત્યુ જિલ્લાના છે અને 666 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 182 જ્યારે જિલ્લામાં આજે 110 દર્દીને રજા આપતા, કુલ 292 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 24265 જેમાં ગ્રામીય વિસ્તારના 5769 દર્દી છે.
Published by: ankit patel
First published: September 25, 2020, 11:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading