સુરત : કોરોના વકરતા 43000 મકાનોમાં રહેતા 1.5 લાખથી વધુ લોકો ફરજિયાત ક્વૉરન્ટાઇન

News18 Gujarati
Updated: June 3, 2020, 9:56 PM IST
સુરત : કોરોના વકરતા 43000 મકાનોમાં રહેતા 1.5 લાખથી વધુ લોકો ફરજિયાત ક્વૉરન્ટાઇન
ફાઇલ તસવીર

ત્રીજી જૂને સાંજે વધુ 14 કેસ ઉમેરાતા પોઝિટિવ કેસનો આંકડો 96 પર પહોંચ્યો. લૉકડાઉનની છૂટછાટ ભારે પડશે?

  • Share this:
સુરત : સુરતમાં કોરોના વાયરસ (Surat Coronavirus cases)માં લૉકડાઉન ખૂલતા જ ઉછાળો જોવા મળ્યો છે. આજે બુધવારે સાંજે 5.00 વાગ્યા સુધીમાં 82 નવા કેસ નોંધાયા હતા. જોકે, રાત્રે 8.30 વાગ્યા સુધીમાં નવા 14 કેસ ઉમેરાતા સુરતમાં 28 કલાકમાં 92 નવા પોઝિટવ કેસ નોંધાયા હતા. દરમિયાન શહેરમાં જે વિસ્તારોમાં કોરોના વકર્યો છે, તેવા વિસ્તારોના 43,000 નવા મકાનોને ક્વૉરન્ટીનમાં મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. પાલિકાના હુકમના પગલે સુરતના 1.5 લાખથી વધુ લોકોએ ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.

શહેરમાં કોરોના વાયરસના નવા કેસ મુજબ ડિંડોલીની 56 અને ગોડાદરા વિસ્તારની 78 અને એકે રોડની 20 વસાહતોમાં 43,000 જેટલા ઘરોને ક્વૉરન્ટીન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ વસાહતોમાં આશરે 1.5 લાખથી વઘુ રહે છે. પાલિકાના હુકમના પગલે આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :  રાજ્યમાં લૉકડાઉન ખૂલતા જ કોરોનાના કેસ વધ્યા, 24 કલાકમાં 485 પોઝિટિવ કેસ, 30નાં મોત

28 કલાકમાં 92 કેસ પોઝિટિવ

દરમિયાન સુરતમાં બુધવારે સાંજે 5.00 વાગ્યા પછી 8.30 વાગ્યા સુધીમાં નવા 14 કેસ પોઝિટિવ જાહેર થયા છે. સુરતમાં નવા કેસમાં શહેરમાં 85 અને ડિસ્ટ્રીક્ટના 11 કેસ ઉમેરતા 96 કેસ સંક્રમિત થયા છે. જ્યારે એક મોત ઉમેરાતા શહેરમાં કુલ મોત 76 થયા છે. શહેરમાં અત્યારસુધીમાં સિટીમાં 1781 અને ડિસ્ટ્રીક્ટમાં 136 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  સુરત : 'ડુક્કર' ગેંગનો 'વાઘ' ગેંગના પરિવાર પર જીવલેણ હુમલો, ચાકુનાં ઘા વાગતા યુવકનું મોતઆજે 51 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

દરમિયાન આજે સુરત શહેરમાંથી 51 લોકોએ આ કહેર વચ્ચે કોરોનાને હરાવ્યો છે. આ 51 દર્દીઓમાં સુરત શહેરના 48 દર્દીઓ અને સુરત ડિસ્ટ્રીકટના 3 દર્દીઓનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં સુરતમાંથી શહેરમાં કુલ 1259 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે, જેમાં ડિસ્ટ્રીક્ટના 91 દર્દીનો સમાવેશ થાય છે.
First published: June 3, 2020, 9:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading