ચાર દિવસ મુશ્કેલી વેઠ્યા બાદ આ યુવક-યુવતીઓ સુરત પહોંચ્યા હતા
Indian Student In Ukraine: હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia Ikraine War) ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ (Indian Student in Ukraine)ફસાઈ ગયા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga) દ્વારા તેઓને વતન પરત લાવવામાં આવી રહ્યા છે.
હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia Ikraine War) ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા ગયેલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ (Indian Student in Ukraine)ફસાઈ ગયા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા (Operation Ganga) દ્વારા તેઓને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓ ગુજરાત પહોંચી રહ્યા છે. જેમાંથી 42 જેટલા વિદ્યાર્થીઓ સુરતના હતા. જેમાંથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને બાદ કરતા 34 વિદ્યાર્થીઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જોકે પરિવારને મળતાની સાથે જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ પોતાના પરિવાર સાથે પોતાની આપવીતી જણાવી હતી જેને લઇ પરિવારજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે સર્કિટ હાઉસ ખાતે જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ આખરે માદરે વતનની ધરતી પર પગ મુક્યો છે.
ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી ગુજરાતના વિદ્યાર્થીઓ આજે સુરત, વડોદરા ગાંધીનગર અને અરવલ્લી ખાતે આવી પહોંચ્યા pic.twitter.com/DB1K5RHboV
યુક્રેન અને રશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈ ભારતના મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે યુક્રેનમાં ગયા હતા. જોકે વિશ્વયુદ્ધ શરૂ થતાની સાથે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા છે. સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્વારા વિદ્યાર્થીઓને રેસ્કયુ કરી અને ભારત લાવવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી દિલ્હી અને દિલ્હીથી ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર બસ દ્વારા સુરત ખાતે મોડી સાંજે 42 જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.
સુરત પહોંચતા જ આ વિદ્યાર્થીઓ પોતાના પરિવારને મળ્યા હતા જેને લઈને પરિવાર અને વિદ્યાર્થીઓ વચ્ચે ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કારણ કે છેલ્લા ચાર દિવસથી જંગલોમાં રહી ઠંડી વચ્ચે લાકડાને સળગાવી જીવન જીવતા હતા. ખાવા અને પીવાની સગવડ ના હોવાથી સાથે આર્મી દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરતા હોવાની વાત પણ તેઓએ કરી હતી. ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે તેઓ ભારત ફરવા માટે સતત ચિંતિત હતા. બીજી બાજુ પોતાના વ્હાલા બાળકો માટે પરિવારજનો પણ ચિંતામાં હતા.
ચાર દિવસ મુશ્કેલી વેઠ્યા બાદ આ યુવક-યુવતીઓ સુરત પહોંચ્યા હતા અને પરિવારને મળતાની સાથે ખુશીનો માહોલ સાથે આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે પ્રકારે યુદ્ધ શરૂ થયું છે તેને લઈને તેમનો અભ્યાસક્રમ બગડી ગયો છે. હવે અભ્યાસક્રમ ક્યારે શરૂ થશે. જો કે છેલ્લા કેટલાક દિવસથી પરિવારમાં ચિંતા હતી કે તેમના બાળકો હેમખેમ આવી જાય અને બાળકોને પરિવારને મળવાની ચિંતા હતી ત્યારે સરકારે જ અભિગમ અપનાવ્યો છે તેને લઈને બાળકો પરિવાર સુધી પહોંચ્યા હતા. પરિવારને મળતાની સાથે ખુશીનો માહોલ હતો. જો કે 42 જેટલા વિદ્યાર્થીઓની બહાર આવી પોતાની સાથે વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સરકારે જે રીતે આ બાળકોને કરીને તેમના પરિવાર સુધી પહોંચ્યા ત્યારે પરિવારે સરકારનો અને વિદ્યાર્થીઓએ સરકાર સાથે એમ્બેસીનો આભાર માન્યો હતો અને સુરતનું સર્કિટ હાઉસ ભારત માતાકી જય વંદે માતરમના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર