સુરત: રાંદેર વિસ્તારમાં યુવતીને દાસી બનાવી હવસનો શિકાર બનાવનાર ભૂવા (Tanktrik)ની પોલીસે ધરપકડ કરી છે. પોલીસના હાથમાં આવેલા હવસખોર ભૂવાએ 21 વર્ષીય યુવતી (girl)ને દાસી બનાવી રાખી હતી. દુષ્કર્મની ફરિયાદ દાખલ થયા બાદ ભૂવાએ આપઘાતનો પ્રયાસ (Suicide attempt) કર્યો હતો. જે બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ભૂવા તરીકે ઢોંગ કરતો હોય તેવો એક વીડિયો પણ વાયરલ (Viral video) થયો હતો. હૉસ્પિટલ (Hospital)માંથી રજા મળતા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉગત આવાસ વિસ્તારમાં રહેતી એક 21 વર્ષીય યુવતીએ 40 વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા (Bipin Govind Sondharva) સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે આરોપી ભૂવાજીનું કામ કરે છે, અને તેણે તેણીને દાસી બનાવીને હવસનો શિકાર બનાવી હતી.
સુરતના ઉગત વિસ્તારમાં રહેતા 40 વર્ષીય બીપીન સોંધરવા જે પોતાની જાતને ભૂવો કહે છે. તેણે પોતાને મામા કહેતી 21 વર્ષીય ભાણીને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ભૂવાની ધરપકડ કરી છે. યુવતીની ફરિયાદ અનુસાર, તે આરોપીને મામા કહેતી હતી. ભૂવો પહેલા અડાજણ વિસ્તારમાં રહેતો હતો ત્યારે, યુવતીના પિતાએ ભૂવાની પત્નીને બહેન માની હોવાથી તેની ત્યાં અવર જવર રહેતી હતી. યુવતીની માતાનું અવસાન થતા પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા. યુવતીને તેની સાવકી માતા સાથે ફાવતું ન હોવાથી તેણી આરોપી ભૂવો જ્યાં રહેતો હતો ત્યાં રહેવા જતી રહી હતી.
2018માં ભૂવાની પત્નીનું નિધન થઈ ગયું હતું. જે બાદમાં તે ઉગત આવાસમાં રહેવા આવી ગયો. જે બાદમાં ભૂવાએ યુવતીનું શારીરિક શોષણ કરવાનું શરૂ કર્યું હતું. ભૂવાએ યુવતી સાથે લગ્ન કરી લેવાનું કહીને તેનું શોષણ ચાલુ રાખ્યું હતું, જે બાદમાં તેણીને તરછોડી દીધી હતી. આ મામલે યુવતીએ 40 વર્ષીય હવસખોર બિપીન સોંધરવા વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતો.
ઉલ્લેખનીય છે કે, યુવતીએ બિપીન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા બિપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને બિપીનને સારવાર અર્થે મનપા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભૂવા બિપીન સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધવતા ભૂવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લંપટ ભૂવો હોવાનો ઢોંગ કરતો નજરે પડી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર