સુરતઃ ધોરણ 10ના વિદ્યાર્થી સાથે રત્નકલાકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

News18 Gujarati
Updated: April 22, 2019, 2:36 PM IST
સુરતઃ ધોરણ 10ના વિદ્યાર્થી સાથે રત્નકલાકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
પ્રતિકાત્મક તસવીર

એક વર્ષમાં બે વખત કનુએ સગીર સાથે વિકૃત હરકત કરી હતી. રૂ.10 કે 20 આપી ઘરે બોલાવી કનુ દુષ્કૃત્ય આચરતો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સુરત શહેર ધીમેધીમે ક્રાઇમ સિટી બનતું જોય છે. લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવી ઘટનાઓ ધીસેને દીવશે વધતી જતી હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં એક આધેડે કિશોર સાથે પૈસાની લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. જોકે, કિશોરે સમગ્ર ઘટના પરિવારને જણાવતા પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

સુરતના પૂર્ણામાં કારગિલ ચોક ખાતે આવેલી એક સોસાયટીમાં સૌરાષ્ટ્રવાસી પરિવાર રહે છે. આ પરિવારનો 16 વર્ષીય પુત્ર જીગર (નામ બદલ્યું) ધો.10માં અભ્યાસ કરે છે. દરમિયાન જીગર છેલ્લા એક વર્ષથી 40 વર્ષીય કનુ નથ્થુભાઇ કાથરોટિયા પરેશાન કરતો હતો. વર્ષ અગાઉ અનમિલ સોસાયટીના નાકે આવેલા પાનના ગલ્લે ગયો હતો. ત્યારે આ કનુએ સામાન લાવવાના બહાને પોતાના ઘરે લઇ ગયો હતો. અહીં કનુએ બળજબરી કરી સગીર પાસે મુખમૈથુન કરાવવા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ પતિને છોડી દિયર સાથે લીવઇનમાં રહેતી પ્રેમિકા ઉપર પ્રેમીએ તેજાબ છાંટ્યું

આ રીતે એક વર્ષમાં બે વખત કનુએ સગીર સાથે વિકૃત હરકત કરી હતી. રૂ.10 કે 20 આપી ઘરે બોલાવી કનુ દુષ્કૃત્ય આચરતો હતો. જીગરે આ મામલે પરિવારજનોને વાત કરતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પુણા પોલીસે સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કુનિ કાથરોટિયાની ધરપકડ કરી હતી.
First published: April 22, 2019, 2:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading