સુરત: છૂટ મળતા જ Corona એક્ટિવ! 24 કલાકમાં 37 કેસથી હાહાકાર, લિંબાયતમાં સૌથી વધુ કેસ


Updated: May 21, 2020, 8:14 PM IST
સુરત: છૂટ મળતા જ Corona એક્ટિવ! 24 કલાકમાં 37 કેસથી હાહાકાર, લિંબાયતમાં સૌથી વધુ કેસ
ફાઈલ ફોટો

ઇદને લઇને આ વિસ્તારમાં રહેતા મોટા પ્રમાણમાં મુસ્લિમ લોકો ઈદની ખરીદી કરવા બહાર આવી જતા હોવાને લઈને તંત્ર દોડતું થયું છે.

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઇને સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે, ત્યારે આજે સુરત શહેરમાં 33 અને ગ્રામીણ વિસ્તારમાં 4 દર્દી નોંધાતા દર્દીની સંખ્યા 37 પર પહોંચી છે. કુલ દર્દીનો 1276 પર આંકડો પહોંચ્યો છે, જયારે આજે શહેર વિસ્તારમાં વધુ એક મોત થતા મરણઆંક 57 પર પહોંચ્યો છે. જોકે સુરતમાં આજે સૌથી વધુ કેસ લીબાયત ઝોનમાં નોંધાયા છે. 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ વિસ્તારમાં લોકડાઉનનું કડક પાલન કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

કોરોના વાઇરસને લઈ સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીમાં 33 દર્દીનો વધારો થયો છે, જયારે ગ્રામીય વિસ્તારમાં 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે દર્દીની સંખ્યા 37 થઇ છે. જોકે અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી વાત કરીએ તો 1186 જયારે જિલ્લામાં 90 દર્દી સાથે દર્દીની કુલ સંખ્યા 1276 પર પહોંચી છે.

આજે સુરત ખાતે રહેતા અને તારીખ 15 મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ સંગ્રામપુરા વિસ્તારની વહીદા શેખનું કોરોનાથી મોત થયું છે. આ સાથે મરણ આંક 57 પર પહોંચ્યો છે. જેમાં શહેર વિસ્તારમાં કોરોના લઇને મરણ આંક 55 અને ગ્રામીણ વિસ્તારમાં અત્યાર સુધી કોરોના લઇને બે લોકોના મોત થયા છે.

આ સિવાય આજે કોરોનાને માત આપીને સુરતના 23 દર્દીને રજા અને જિલ્લાના 3 લોકોને રજા આપતા આજે ટોટલ 29 લોકોએ કોરોનાને માત આપીને પોતાના ઘરે પહોંચ્યા છે અતિયાર સુધીમાં શહેરમાં 852 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આજના કોરોના પોઝિટિવની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ દર્દી લીબાયત ઝોનમાં નોંધાયા છે. કારણ કે, આ વિસ્તાર રેડ જોનમાં આવતો હોવાને લઇને અહીંયા કોઈ પણ પ્રકારની છૂટ નથી, ત્યારે લોકો બહાર નીકળી પડતા સ્થનિક આગેવાનો સાથે તંત્ર દ્વારા મીટીંગ કરવા સાથે પોલીસે લોકોને સમજાવી લોકડાઉનનું કડક પાલન કરવા માટે સુચના આપી છે, તેવામાં આગામી દિવસોમાં મુસ્લિમ લોકોના પ્રવિત્ર રમઝાન બાદ ઈદ આવતી હોવાને લઈને તંત્રની ચિંતા વધી છે, ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારી સાથે એક મીટીંગ બાદ આ વિસ્તારમાં લોકડાઉનનું કડક અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે ઇદને લઇને આ વિસ્તારમાં રહેતા મોટા પ્રમાણમાં મુસ્લિમ લોકો ઈદની ખરીદી કરવા બહાર આવી જતા હોવાને લઈને તંત્ર દોડતું થયું છે.
First published: May 21, 2020, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading