સુરત: તંત્રનો સપાટો, ફાયર સેફ્ટિ વગરની 360 જગ્યાઓ સીલ કરાઈ


Updated: January 17, 2020, 7:01 PM IST
સુરત: તંત્રનો સપાટો, ફાયર સેફ્ટિ વગરની 360 જગ્યાઓ સીલ કરાઈ
સીલ મારવાની કાર્યવાહી કરતા કર્મચારી

અગાઉ આ તમામ પ્રીમાયસીસને નોટીસ આપવામાં આવી હતી, તેમ છતા સાધનો નહી લગાવતા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી

  • Share this:
સુરત શહેરમાં વહેલી સવારે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો હતો. ફાયર સેફટિના સાધનો વગરની 360 પ્રીમાસયીસ સીલ મારવામાં આવી હતી. જેમાં ટયુશન કલાસ, હોટલ, દુકાનો, ઓફિસોનો સમાવેશ થાય છે. અગાઉ આ તમામ પ્રીમાયસીસને નોટીસ આપવામાં આવી હતી, તેમ છતા સાધનો નહી લગાવતા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં તક્ષશીલા આગ હોનારત સમયે ફાયર વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેથી ફાયર વિભાગને વધુ મજબુત કરવાની સાથે તેની કામગીરી તેજ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી શહેરમાં જેટલી પણ ફાયર સેફટી વગરની પ્રીમાયસીસ છે તેમને નોટીસ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. નોટીસ બાદ પણ ફાયર સેફટીના સાધનો નથી લગાવવામાં આવતા તેવી પ્રીમાયસીસને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહાય છે.

આવી જ કામગીરી આજે વહેલી સવારે કરવામાં આવી હતી. શહેરના બે અલગ અલગ વિસ્તારમાં ફયારની બે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં પહેલી કામગીરી જહાંગીર પુરા ઓલપાડ રોડ પર આવેલા એક્ષીટો કોમ્પેલક્ષમાં કરવામાં આવી હતી. જેમાં 200 જેટલી દુકાનો સીલ મારવામાં આવી હતી.

આ પ્રીમાયસીસમાં હોટલ, બેંક સહિતની ઓફિસો આવેલી છે.જયારે બીજી કામગીરી શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા લાલ ભાઇ કોન્ટ્રાકટર બીલ્ડીંગમાં કરવામાં આવી હતી. જેમાં 160 જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે, આ કોમ્પેલક્ષમાં ટયુશન કલાસ અને ઓફિસો આવેલી છે. વહેલી સવારે જયારે ઓફિસે બંધ હોઇ છે ત્યારેજ ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. સ્થાનીકો તાત્કાલીક ફાયર વિભાગની ઓફિસે બાહેધરી આપવા માટે દોડી ગયા હતા.
First published: January 17, 2020, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading