સુરત : 24 કલાકમાં વધુ 205 વ્યક્તિને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં વિસ્ફોટ

સુરત : 24 કલાકમાં વધુ 205 વ્યક્તિને Corona ચોંટ્યો, કતારગામ અને વરાછામાં વિસ્ફોટ
Surat corona updates : વધતા જતા સંક્રમણના પગલે આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

  • Share this:
સુરતમાં (Surat) કોરોનાના (Coronavirus case) દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 205 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (205 Positive cases in surat) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 183 જયારે ગ્રામીણ વિસ્તારમાં  22 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5260 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 189 પર પહોંચ્યો છે, તેવામાં આજે 147 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 205 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 183  કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4713 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 22  કેસ સાથે દર્દી સંખ્યા 547 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 5260 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક189 થયો છે.જેમાંથી 16 મૃત્યુ જિલ્લાના છે અને 173 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 136 જ્યારે જિલ્લામાં આજે 11 દર્દીને રજા આપતા, કુલ 147 ત્દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3245 થઈ છે. જેમાંથી જિલ્લાના 287 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 15, વરાછા એ ઝોનમાં 26. વરાછા બી 17 રાંદેર ઝોન 18, કતારગામ ઝોનમાં 60, લીબાયત ઝોનમાં 15, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 25 કેસ નોંધાયા. જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે  વરાછા એ ઝોન વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત  પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે .

આ પણ વાંચો :  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં Corona ના 620 નવા કેસ નોંધાયા, 20 દર્દીનાં મોત, સુરતમાં ચિંતા વધી

જોકે જિલ્લામાં  ચોર્યાસી 7.ઓલપાડ 3, કામરેજ 7,પલસાણા 2. બારડોલી 2. અને માંડવી 1  કેસ નોંધાતા આજે સુરત ના કામરેજ માં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ આજે પણ આવિયા છે સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો :   ગાંધીનગર : ટૂર ઓપરેટરો આનંદો, હવે રાજ્ય સરકાર લાવશે બે નવી પોલિસી, જાણો શું છે ખાસિયત
Published by:News18 Gujarati
First published:June 30, 2020, 20:15 pm

ટૉપ ન્યૂઝ