Home /News /south-gujarat /

સુરત : બપોર સુધીમાં Coronaના 212 કેસ, આ વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે બંધ

સુરત : બપોર સુધીમાં Coronaના 212 કેસ, આ વિસ્તારોમાં રાત્રે 10.00 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે બંધ

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નીતિ આયોગે સપ્ટેમ્બર 2020માં બીજી લહેર પહેલા પણ આગાહી કરી હતી, પરંતુ આ અંદાજ તેના કરતા ઘણો વધારે છે. તો, નીતી આયોગ દ્વારા ગંભીર/મધ્યમ ગંભીર લક્ષણો ધરાવતા લગભગ 20% દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું હતું.

જાણો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કઈ બજારોમાં દુકાનો રાત્રે 10.00 વાગ્યા પછી બંધ કરી દેવાની રહેશ, પાલિકાએ જાહેર કર્યા વિસ્તારો

શહેર-જિલ્લામાં કોરોના ના દર્દીઓ ના આંકડા ઝડપથી વધી રહ્ના છે સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને (30 September Surat Corona cases) પાર કરી ગયો છે. અને છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર વિક્રમી 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે. શહેરમાં બધા જતા સંક્રમણને કારણે વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર રાત્રે 10 વાગ્યા (Surat Corona effect) પછી લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવા મનપા કમિશનર દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે અને સેન્ટ્રલ ઝોનના ચૌટા બજારમાં પણ મોડી રાત્રે દુકાનો બંધ કરાવી દેવા સેન્ટ્રલ ઝોનને કમિશનરે સુચના આપી છે. સૂચનાનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત શહેર-જિલ્લામાં કુલ મૃત્યુની સંખ્યા 923 ઉપર પહોંચી છે. જા કેસની આજ રફતાર રહી તો શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેસ રાજ્યના અન્ય જિલ્લા અને શહેર ની પાછળ પાડી દેશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઍક્ટિવ દર્દી 2,543 છે. અને 25405 દર્દી સ્વસ્થ્ થઇ ચૂક્યા છે.

આ પણ વાંચો :  સુરત : પોલીસ કમિશનરનો પરિપત્ર, 4 કે તેથી વધુ લોકો એકઠા નહીં થઈ શકે, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

વધુ વિગતો મુજબ અધિક માસમાં કોરોના ની સંખ્યા અધિક વધી રહી છે. મનપાના જુદા જુદા ઝોન વિસ્તારમાં સંક્રમણ ફરી ઍકવાર વધવા લાગ્યું છે. વરાછા અને કતારગામ ઝોનમાં સતત કેસોમાં વધારો થઇ રહ્ના છે શહેરમાં અઠવા ઝોન સૌથી વધુ સંક્રમિત ઝોન બની રહ્યો છે, જેને લઇને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા જતા કેસો નું સંક્રમણ અટકાવવા માટે ધડાધડ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

શહેરમાં અઠવા ઝોન વિસ્તારમાં સમાવેશ થતા ની.આઇ.પી. રોડ. ગૌરવ પથ. સીટી લાઇટ વિસ્તાર. યુનિવર્સિટી રોડ. ઘોડદોડ રોડ તેમજ ડુમસ રોડ પર રાત્રે 10 વાગ્યા પછી લાડી ગલ્લા અને દુકાનો બંધ રાખવા માટેનું મનપા કમિશનર દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચૌટા બજારમાં પણ ખરીદી માટે ઍકઠી થતી ભીડને લઇ ને મનપા કમિશનર ઍ નિર્ણય લઇને મોડી સાંજે આ વિસ્તારની દુકાનો તથા લારી-ગલ્લા બંધ કરાવી દેવા સેન્ટ્રલ ઝોનને સૂચના જારી કરી દીધી હોવાનું મનપાના અધિકારીત આરોગ્ય વિભાગના સૂત્રોઍ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :  બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું: નીતિન પટેલ

શહેરમાં હાલમાં ઘણા દિવસોથી કોરોના બેકાબૂ બની રહ્યો છે જેને લઇને  બહારથી આવતા લોકો માટે સ્ટ્રેટેજી તૈયાર કરી સાત દિવસ હોમ કોરોનટાઇન રહેવા માટે આદેશ પણ કરાયા છે.

ગતરોજ શહેરમાં નોંધાયેલા કેસ અંગે ઝોન ­માણે વિગતવાર જાવામાં આવે તો અઠવા ઝોન સર્વાધિક 56. સેન્ટ્રલ ઝોન 12. વરાછા ઍ ઝોન 19. વરાછા બી ઝોન 20, રાદેર 22. કતારગામ 24. લિંબાયત 15. ઉધના 11. પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 21424 થવા જાય છે.

આ પણ વાંચો :  સુરત : ફઈની દીકરીને પ્રેમજાળમાં ફસાવી, શારીરિક સંબંધો બાંધી તરછોડી, આવ્યો પોલીસના સકંજામાં

કોરોના સંક્રમિત સારવાર માટે દાખલ કરાયેલા કેસમાં શહેરમાં કુલ મોતની સંખ્યા 673 ઉપર પહોંચી છે સુરત માટે સારી વાતએ છે કે અહીં કોરોના સાજા થનાર નો આંકડો 25,405  ને પાર કરી ગયો છે ઍટલે કે કોરોનાથી રિકવરી 90.1 ટકા થઇ છે. હાલમાં કોરોનાવાયરસ થી સૌથી વધુ અસરગ્રસ્ત અઠવા ઝોન છે.
સુરતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના બેફામ ગતિએ ગંભીર સ્વરૃપ લઇ રહ્યો છે.

છેલ્લા 12 કલાકમાં જિલ્લામાં અત્યાર સુધીના 110 કેસ નોંધાયા છે. સુરત શહેરી વિસ્તારને રિલેટિવ તાલુકાઓમાં કોરોના સંક્રમણ સૌથી વધુ ગંભીર રીતે વધી રહ્યુ છે આજે નોંધાયેલા 110 પોઝિટિવ કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 7.659 ઉપર પહોંચી છે.

આ પણ વાંચો :  સુરત : યુવકે કોવિડ કેર સેન્ટરમાંથી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો, ભાગવાનો કર્યો હતો પ્રયાસ

કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલા દર્દીઓના મોતમાં જિલ્લામાં કુલ મૃત્યુની સંખ્યા 250 ઉપર પહોંચી છે. ગઇકાલે નોંધાયેલા કેસની તાલુકા ­પ્રમાણે સ્થિતિ જાવામાં આવે તો ચોર્યાસી તાલુકામાં 18. ઓલપાડ 17. કામરેજમાં 18. પલસાણામાં 26. બારડોલીમાં 19. મહુવામાં 14. માંડવીમાં 6. માંગરોળ 14. પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
Published by:Jay Mishra
First published:

Tags: Corona virus deaths in Gujarat, Coronavirus cases in Gujarat, COVID19, Surat corona updates, Suratcorona updates

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन