Home /News /south-gujarat /સુરત : 24 કલાકમાં Coronaના કેસમાં ગઈકાલ કરતાં ઘટાડો, કુલ 1011 દર્દીનાં અત્યારસુધીમાં મોત

સુરત : 24 કલાકમાં Coronaના કેસમાં ગઈકાલ કરતાં ઘટાડો, કુલ 1011 દર્દીનાં અત્યારસુધીમાં મોત

સુરતમાં દિવાળી પહેલા નબળો પડતો કોરોના, જાણો સરકારી ચોપડે ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા

સુરતમાં દિવાળી પહેલા નબળો પડતો કોરોના, જાણો સરકારી ચોપડે ક્યા વિસ્તારમાં કેટલા કેસ નોંધાયા

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં કોરોનાના દર્દી (3-11-2020 -Surat corona cases) સતત ઘટી રહ્યા છે, ત્યારે આજે વધુ 198 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં 155 જયારે ગ્રામીણ વિસ્તારમાં 43 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી (Surat coronavirus deaths) મોત સાથે મરણ આંક 1111 પર પહોંચ્યો છે, તેવામાં આજે 224 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

    લોકડાઉનમાં (LOckdown) છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 198 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 155 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 27278 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 43 કેસ સાથે દર્દી સંખ્યા 10242 પર પહોંચી છે.

    કુલ દર્દી સંખ્યા 37520 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીનું કોરોનાને લઇને મોત થયું છે. મૃત્યુઆંક 1111 થયો છે. જેમાંથી 278 મૃત્યુ જિલ્લાના છે અને 733 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 166 જ્યારે જિલ્લામાં આજે 53 દર્દીને રજા આપતા, કુલ 219 દર્દીઓ કોરોનાને (Corona recovery rate) માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 34,903 થઈ છે, જેમાંથી 25481 દર્દી શહેરના છે. જેમાં ગ્રામ્ય વિસ્તારના 9424 દર્દી છે.
    " isDesktop="true" id="1042664" >

    આ પણ વાંચો :  દીકરાએ અંધવિશ્વાસમાં માતાની હત્યા કરી, ડાકણ હોવાની શંકાએ ચાકુનાં ઘા ઝીંકી રહેંસી નાંખી

    શહેરમાં ક્યા કેટલા કેસ : આજે સેન્ટ્રલ ઝોન 14 , વરાછા એ ઝોનમાં 13. વરાછા બી 19, રાંદેર ઝોનમાં 20, કતારગામ ઝોનમાં 23, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 31 કેસ નોંધાયા. આમ કુલ 155 કેસ શહેરમાં નોંધાયા છે. શહેરમાં અત્યારસુધીમાં સૌથી વધુ 544 કસ અઠવા ઝોનમાં નોંધાયા છે.

    આ પણ વાંચો :  તલોદ : કૉંગ્રેસ કોર્પોરેટરે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધી ગર્ભપાત કરાવ્યો, યુવતીની ફરિયાદ

    જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 6, ઓલપાડ 8, કામરેજમાં 11 , પલસાણા 3, બારડોલી 10 ,મહુવા 0, માંડવી 2 અને માંગરોળ 3 અને ઉમરપાડા 0 કેસ મળીને કુલ 43 કેસ જિલ્લામાં નોંધાયા છે. જિલ્લામાં અત્યારસુધીમાં સૌથી વધુ 2016 પોઝિટિવ કેસ કામરેજમાં નોંધાયા છે.

    સમગ્ર રાજ્યમાં કેસમાં ઘટાડો

    First published: