Home /News /south-gujarat /

Surat News: એક કા ડબલની લાલચમાં આવીને સુરતના વેપારીએ સાડા ત્રણ કરોડ ગુમાવ્યા

Surat News: એક કા ડબલની લાલચમાં આવીને સુરતના વેપારીએ સાડા ત્રણ કરોડ ગુમાવ્યા

સુરત ઇકો સેલ દ્વારા બે આરોપી હરેશ વાઢેર  અને આરીફ પઠાણની ધરપકડ કરી છે

Surat Crime: ગત સપ્ટેમ્બર 2018થી 25 ડિસેમ્બર 2021 દરમિયાન આવી જ ઘટના સુરતના વેપારી પાસે બની હતી. જે પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીના માલિક ગ્યાનચંદ બજરંગલાલ જૈન સાથે બની હતી.

સુરત શહેર (Surat News) વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે. જ્યાં ઘણા મોટા આર્થિક લેવડ-દેવડ થતા હોય છે. જેમાં ઘણી વખત તકસાધુઓ વેપારીઓ સાથે વિશ્વાસઘાત (Fraud) કરતા હોય છે. જેમા છેતરપિંડી  (Fraud News) કરવા માટે ખોટા અને બનાવટી માણસો ઉભા કરી ખોટા દસ્તવેજોના આધારે મિલકતોનું વેચાણ કરી નાણાકીય લાભ મેળવતા હોય છે.

ખોટા દસ્તાવેજો આધારે સુરતના પ્લાસ્ટિકના દાણાના વેપારી સાથે 3.66 કરોડની છેતરપિંડીના ગુનામાં ખોટી ઓળખ આપનાર બે આરોપીઓને ઇકો સેલ સુરત શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. "આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેન્ટ કીજીયે, આપ કા પૈસા એક દો સાલ મેં ડબલ હો જાયેગા"  આવું કહી ને આરોપી ઠગાઇનો અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો- દેશના આ રાજ્યમાં કોરોનાના તમામ કાયદા અને નિયંત્રણો હટાવાયા, માસ્કને વૈકલ્પિક બનાવનાર પ્રથમ રાજ્ય

ગત સપ્ટેમ્બર 2018થી 25 ડિસેમ્બર 2021 દરમિયાન આવી જ ઘટના સુરતના વેપારી પાસે બની હતી. જે પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીના માલિક ગ્યાનચંદ બજરંગલાલ જૈન સાથે બની હતી. જેમાં વેપારી સાથે તેમના જ સમાજના ઉપવન ઉર્ફે બંટી પવનકુમાર જવાહરલાલ જૈનએ વિશ્વાસ કેળવી કહેલું કે "મેરે પાસ VIP રોડ પે સસ્તે મે દલાલ ઘનશ્યામભાઇ રાખોલિયા કી એક ઓફીસ યાતો દુકાન આઇ હૈ આપ કે પાસ પૈસા પડા હો તો ઇસમે ઇન્વેસ્ટમેંટ કીજીયે, આપ કા પૈસા એક દો સાલ મે ડબલ હો જાયેગા" તેવી વાતો કરીને VIP પ્લાઝા પર આવેલ ઓફીસ S-6ની ખરીદી કરવા માટે જણાવેલું અને તે રીતે જુદી જુદી ચાર  મિલકતોના દસ્તાવેજો અલગ-અલગ તારીખે બનાવડાવી તે મિલ્કતના અવેજ પેટે વેપારી પાસેથી 3.66 કરોડ રકમ લીધી હતી.

આ પણ વાંચો- Price Hike: CNG-PNG અને LPG સિલિન્ડરના ભાવ ફરી વધશે, સરકારે ઘરેલુ ગેસના ભાવ બમણા કર્યા

હાલ તો ઇકો સેલ દ્વારા બે આરોપી હરેશ વાઢેર  અને આરીફ પઠાણની ધરપકડ કરી છે ત્યારે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. જોકે પકડાયેલ આરોપી ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. તે દિશામાં તપાસ કરવા માટે આરોપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાની તજવીજ પણ પોલીસે શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Crime news, Gujarati news, Surat crime Surat News, Surat news, સુરત પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन