સચિનઃ પ્રેમ પ્રકરણમાં હોટલ માલિકને ચપ્પુના 20 ઘા ઝીંકાયા

સચિન જીઆઇડીસીમાં આવેલી હોટલ રાજના માલિક ઉપર મધરાત્રે હોટલમાં ઘૂસી ચપ્પુના ઘા ઝીંકી દેવાતાં ચકચાર મચી ગઇ હતી.

News18 Gujarati
Updated: May 17, 2019, 3:29 PM IST
સચિનઃ પ્રેમ પ્રકરણમાં હોટલ માલિકને ચપ્પુના 20 ઘા ઝીંકાયા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 3:29 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સુરત અને આજુબાજુમાં ગુનાહિત પ્રવૃતિઓમા વધારો થતો હોય એમ હત્યા જેવી ઘટનાઓ બનતી રહે છે. સચિન જીઆઇડીસીમાં આવેલી હોટલ રાજના માલિક ઉપર મધરાત્રે હોટલમાં ઘૂસી ચપ્પુના ઘા ઝીંકી દેવાતાં ચકચાર મચી ગઇ હતી. અજાણ્યો યુવક 20થી વધુ ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઇડીસીમાં સ્ટેશન રોડ ઉપર બ્રિજના નીચે રાજ હોટલના માલિક રામ ઇકબાલ નગીના ગુપ્તાને હોટલના કર્મચારીગોપાલ સાથે હોટલમાં જ ઊંઘી ગયા હતા. દરમિયાન મધરાત્રે 2 વાગ્યે અજાણ્યો યુવક પાછલા દરવાજેથી હોટલમાં ઘૂસી ગયો હતો. આ યુવકે હોટલમાં ઊંઘી રહેલા રામઇકબાલ ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાખોર નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે ગોપાલ હેબતાઇ ગયો હતો. લોહીના ખાબોચિયામાં પડેલા રામઇકબાલને સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામઇકબાલને ચપ્પુના 20થી વધુ ઘા માર્યા હતા.

આ અંગે ગોપાલ મદનભાઇ રાઠોડે ફરિયાદ આપતા સચિન જીઆઇડીસી પોલીસે અજાણ્યા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે પ્રેમપ્રકરણમાં મર્ડર કરાયું હોવાનું લાગે છે. પોલીસે એકને રાઉન્ડ અપ કર્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...