Home /News /south-gujarat /સુરતમાં આજે ફરી હાહાકાર, 24 કલાકમાં વધુ 29 પોઝિટિવ કેસ, બેના મોત

સુરતમાં આજે ફરી હાહાકાર, 24 કલાકમાં વધુ 29 પોઝિટિવ કેસ, બેના મોત

આખા દેશમાં રીકવરી રેટ ૨૮ ટકા જેટલો છે. જ્યારે સુરતમાં ૪૬.૫ ટકાના રીકવરી રેટને કારણે લોકોમાં પણ વિશ્વાસ સંપાદન થયો છે.

આખા દેશમાં રીકવરી રેટ ૨૮ ટકા જેટલો છે. જ્યારે સુરતમાં ૪૬.૫ ટકાના રીકવરી રેટને કારણે લોકોમાં પણ વિશ્વાસ સંપાદન થયો છે.

સુરત : છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના વધુ ૨૯ કેસો નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા વધીને ૭૪૨ થઇ છે. જયારે જિલ્લાના કેસો ગણીએ તો આ આંકડો 783 પર પહોંચી ગયો છે. આજે વધુ બે કોરોનાગ્રસ્ત અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતી મહિલા દર્દીઓના મોત થયા છે. શહેર અને જિલ્લાનો કોરોનાથી મૃતાંક વધીને ૩5 થયો છે. જ્યારે મૃત્યુદર ૪.૬ ટકા નોંધાયો છે.

મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, આજે સમરસ કોવિડ કેર ખાતેથી ૩૪ અને સિવિલ ખાતેથી વધુ ૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થવાથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૩૪૫ અને રીકવરી રેટ ૪૬.૫ ટકા નોધાયો છે.

આખા દેશમાં રીકવરી રેટ ૨૮ ટકા જેટલો છે. ૪૬.૫ ટકાના રીકવરી રેટને કારણે લોકોમાં પણ વિશ્વાસ સંપાદન થયો છે. કોરોનાથી મૃત્યુદર પ્રમાણમાં ઓછો છે અને તેમાંય કો-મોર્બિડ કંડીશન ધરાવતા અને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતાં દર્દીઓનું પ્રમાણ વધારે છે.

અત્યાર સુધી ૧૩,૮૪૬ સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું છે. હોસ્પિટલમાંથી લેવાયેલ સેમ્પલો પૈકી ૧૯૫ અને કોમ્યુનિટી સેમ્પલિંગના ટેસ્ટિંગમાંથી ૫૪૭ કેસો પોઝિટિવ મળ્યા છે. કોમ્યુનિટી સેમ્પલનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે, પોઝિટિવ કેસોની આસપાસના લોકો, વિસ્તારોમાં પ્રજાની જાગૃતિ વધી છે.

એક્ટિવ સર્વેલન્સ માટે ૧૩૦૨ ટીમો અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ૧૦૯ ટીમો કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં ફિવર ક્લિનિકોની સંખ્યા વધીને ૩૪ થઇ છે. ફિવર ક્લિનિકો દ્વારા ૧૦૧ કેસો બહાર આવ્યા છે. ફિવર ક્લિનિકોના લોકેશન અને સવાર-સાંજના સમય નક્કી કરવામાં આવ્યા છે. જેથી તાવ, શરદી, ખાંસીના આ દરદીઓ ફિવર ક્લિનિકનું સ્લમ વિસ્તારોમાં મહત્તમ ઉપયોગ કરી શકે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં અમદાવાદ પછી ખરાબ સ્થિતિ સુરતની છે. અહીં કોરોના પોઝિટિવનો આંક દરરોજ વધતો જ જાય છે. તેવા સંજોગોમાં લોક ડાઉનનો ચુસ્ત અમલ થાય તે અનિવાર્ય છે. શહેર પોલીસ અને એસઆરપીની ટુકડીઓ તો કાર્યરત હતી જ પરંતુ ત્યાર બાદ આરએએફ અને હવે બીએસએફ તેનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે સાંજે ઇન્ડિયન એરફોર્સના હરક્યુલસ ગ્લોબ માસ્ટર C-17 માં બીએસએફની ૨ કંપનીનું સુરતમાં આગમન થયું છે. ૨૦૦ જવાનો લિંબાયત અને વરાછા વિસ્તારમાં ફરજ બજાવશે. જ્યાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ખૂબ વધુ છે ત્યાં આ ટિમો તૈનાત કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन