સુરતમાં Coronaનો કહેર યથાવત: 24 કલાકમાં વધુ 29ને Corona ચોંટ્યો, કતારગામમાં સૌથી વધુ કેસ


Updated: May 23, 2020, 9:53 PM IST
સુરતમાં Coronaનો કહેર યથાવત: 24 કલાકમાં વધુ 29ને Corona ચોંટ્યો, કતારગામમાં સૌથી વધુ કેસ
સુરતની નવી સિવીલ હોસ્પિટલના ચાર ડોકટર્સને ડેપ્યુટેશન ઉપર અમદાવાદ ખાતે મુકવામાં આવતાં સ્થાનિક કક્ષાએ પણ ડોકટર્સની અછત વર્તાશે

સુરતની નવી સિવીલ હોસ્પિટલના ચાર ડોકટર્સને ડેપ્યુટેશન ઉપર અમદાવાદ ખાતે મુકવામાં આવતાં સ્થાનિક કક્ષાએ પણ ડોકટર્સની અછત વર્તાશે

  • Share this:
સુરત : છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 29 પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1245 થઇ ગઇ છે. જયારે જિલ્લામાં આજે એક પણ પોઝેટીવ કેસ નોધાયો નથી, જિલ્લા સાથે સુરતનો કુલ આંકડો 1337 પર પહોંચ્યો છે. સુરત શહેરના કતારગામમાં સૌથી વધુ 10 કેસો આજે નોંધાયા છે. આજે કો-મોર્બિડ કંડીશન ધરાવતાં વધુ ત્રણ કોરોનાના દર્દીઓનું મૃત્યુ નીપજ્યું છે. ત્રણેક મૃતકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. અત્યાર સુધી શહેરમાં મૃત્યુઆંક ૫૯ ટકા થઇ ગયું છે. શહેરમાં પોઝિટિવ દર 6.3 ટકા અને મૃત્યુદર 4.70 ટકા નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, આજે આવેલા પોઝેટીવ કેસમાં એક સાઇ બાબાના મંદિરના પુજારી, કલેકટર કચેરીમાં કામ કરતી રેવન્યું કલાર્ક, કેરીનો ધંધો કરનાર, 108માં કામ કરતો યવાન તેમજ એક ચાની દુકાન ધરાવનારને પોઝિટીવ આવ્યો છે.

મનપા કમિશનર પાનીએ જણાવ્યું છે કે, આજે સમરસ કોવિડ કેર ખાતેથી 7 અને સિવિલ ખાતેથી 15 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે અત્યાર સુધી કુલ 852 દર્દીઓ કોરોનોમાંથી સાજા થઇ પરત ઘરે ફર્યા છે. શહેરમાં રીકવરી રેટ 68.40 ટકા નોધાયો છે. લોકોમાં અને પોઝિટિવ દરદીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિયોપેથિક દવાનું વિતરણ તંત્ર દ્વારા વધારાયું છે અને આવનારા દિવસોમાં રીકવરી રેટ હજુ વધી શકે છે. શહેરના કુલ 1245 દરદીઓ પૈકી અત્યાર સુધી ૫૯ દર્દીઓના મત્યુ થયા છે અને 852 દરદીઓ સારા થયા છે. હાલ ફક્ત 370 કેસો એક્ટિવ છે.

સમરસ કોવિડ કેર ખાતે 49 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 7200 જેટલા લોકો ક્વોરેન્ટાઇન કરાયા છે. કુલ 19652 સેમ્પલોના ટેસ્ટિંગ પૈકી 18380 સેમ્પલોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. એપીએક્સઆર સર્વેર્માં કુલ 1707 ટીમો કાર્યરત છે. અત્યાર સુધી કુલ 13,36,067 ઘરોનો અને 52,72,515 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. લિંબાયત ઝોનમાં આજે 8 કેસો સાથે કુલ સંખ્યા 474 થઇ છે જ્યારે વરાછા-બી, રાંદેર અને અઠવા ઝોનમાં આજે કોઇ કેસ નોધાયો નથી.

સુરતના ચાર ડોક્ટરને અમદાવાદ ટ્રાસફર કરાતા છૂપો રોષ!

સુરત શહેરમાં પણ કોરોના વાયરસના રોજીંદા ૨૫ થી ૩૦ કેસ નોંધાય રહયા છે. ત્યારે નવી સિવીલ હોસ્પિટલના ચાર ડોકટર્સને ડેપ્યુટેશન ઉપર અમદાવાદ ખાતે મુકવામાં આવતાં સ્થાનિક કક્ષાએ પણ ડોકટર્સની અછત વર્તાશે. જોકે આ બાબતે સ્થાનીક લેવલે કોઇ વિરોધ નથી કરાયો પણ આરોગ્ય વિભાગ ભવિષ્યમાં સુરતમાં જો કેસ વધે ત્યારે અહિ પણ ડોકટરોની ઉણપ સર્જાય તેવી શકયતાનો ગણગણાટ શરૂ થયો છે.
First published: May 23, 2020, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading