Home /News /south-gujarat /સુરતમાં corona કહેર : 24 કલાકમાં વધુ 29 પોઝિટિવ દર્દી, લિંબાયત અને કતારગામમાં સૌથી વધુ કેસ

સુરતમાં corona કહેર : 24 કલાકમાં વધુ 29 પોઝિટિવ દર્દી, લિંબાયત અને કતારગામમાં સૌથી વધુ કેસ

સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસનો આંકડો 984 પર પહોંચ્યો છે.

સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસનો આંકડો 984 પર પહોંચ્યો છે.

    સુરત : છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં વધુ ૨૯ દર્દીઓ સાથે પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા અત્યાર સુધી વધીને ૯૨૭ થઇ છે. જયારે જિલ્લામાં બે દિવસથી કોઇ પોઝેટીવ કેસ નોંધાયો નથી પરંતુ સુરત શહેર અને જિલ્લાના કુલ પોઝેટીવ કેસનો આંકડો 984 પર પહોંચ્યો છે. લિંબાયત ઝોનમાં સૌથી વધુ ૯ અને કતારગામમાં ૮ નવા કેસો નોંધાયા છે. આજે વધુ એક દર્દીઓ વિષ્ણુ પટેલ (ઉ.વ.૫૩)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ડાયાબિટિશ બીમારીથી પણ પીડિત હતા. શહેરમાં કુલ મૃતાંક વધીને ૩૯ થયો છે.

    મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે, અત્યાર સુધી કુલ ૧૬૧૯૩ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૫૨૪૦ નેગેટિવ અને ૯૨૭ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સૌથી વધુ કેસો લિંબાયત ઝોનમાં નોંધાયા છે. ૩૫ ટકાથી વધુ કેસો ફક્ત લિંબાયત ઝોનમાં જ અત્યાર સુધી રજિસ્ટર થયા છે. આજે વધુ ૭ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૫૩૫ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે. અને શહેરમાં રીકવરી રેટ ૫૭.૭ ટકા રહ્ના છે. પોઝિટિવ કેસોનો દર ૫.૭૦ ટકા અને મૃત્યુદર ૪.૦૬ ટકા નોંધાયો છે.

    કોવિડ કેર સેન્ટર ખાતે હાલ ૧૧૬ એ-સિમ્ટોમેટિક દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે વિ-કેન્દ્રીકરણ ક્વોરેન્ટાઇન ફેસિલિટી અને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ ૨૩૯૯ લોકો ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ સ્લમ વિસ્તારોમાં કુલ ૪૮ ફિવર ક્લિનિકો કાર્યરત કરવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ સર્વેલન્સ ૧૪૮૪ ટીમો હાલ શહેરમાં કાર્યરત છે. જે પૈકી ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં ૭૦૦થી વધુ ટીમો એપીએક્સઆર સર્વેલન્સમાં જાતરવામાં આવી છે. વરાછા, કતારગામ અને લિંબાયતમાં ૨૭ સ્લમ વિસ્તારો, વસાહતોમાં સંપૂર્ણ સેનિટાઇઝની કામગીરી આજે કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં આજે વધુ ૭૯૩૮૮ લોકો, ઉધના ઝોનમાંï કુલ ૩૯૨૬૯૨ અને કતારગામ ઝોનમાં ૨૬૭૭૬૨ લોકોને ઇમ્યુનિટી વધારવાના ભાગરૂપે આયુષમંત્રાલય સૂચન મુજબ હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરાયું છે.

    વરાછા ઝોન-બી વિભાગમાં અક્ષરધામ સોસાયટી, આદર્શ રો-હાઉસ, જીવનદીપ સોસાયટી, રણછોડનગર, ગોવિંદજી બંગ્લોઝ, હરિદ્વાર સોસાયટી, મેરીગોલ્ડ રેસિડન્સીના ૨૪૫૦ ઘરોમાં રહેતા ૧૦૭૭૩ લોકોને હોમક્વોરેન્ટાઇન કરવાનો હુકમ કરાયો છે. એજ રીતે ઉધના ઝોન, સંજયનગર-૧, રોડ નં. ૦, ૧, ૨, ૩- ઉધના રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોને ક્લ્સ્ટર તરીકે જાહેર કરી ૧૪૦૦ ઘરોમાં રહેતા ૭૨૬૪ લોકોને ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन