Home /News /south-gujarat /

સુરત: આજે 191 પોઝિટિવ કેસ, કતારગામમાં Record બ્રેક 60ને Corona ચોંટતા ભયનો માહોલ, 8ના મોત

સુરત: આજે 191 પોઝિટિવ કેસ, કતારગામમાં Record બ્રેક 60ને Corona ચોંટતા ભયનો માહોલ, 8ના મોત

મહત્વની વાત એ છે કે, એક જ દિવસમાં પ્રથમ વખત કતારગામમાં 60 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ છે. આ સિવાય એક જ દિવસમાં પ્રથમ વખત 8 લોકોના મોત થયા છે.

મહત્વની વાત એ છે કે, એક જ દિવસમાં પ્રથમ વખત કતારગામમાં 60 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ છે. આ સિવાય એક જ દિવસમાં પ્રથમ વખત 8 લોકોના મોત થયા છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ191 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 174 જયારે ગ્રામીણ વિસ્તારમાં 17 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4839 પર પહોંચી છે, જયારે આજે 8 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 174 પર પહોંચ્યો છે, તેવામાં આજે 93 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા191 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4345 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 17 કેસ સાથે દર્દી સંખ્યા 494 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 4839 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 8 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 174 થયો છે. જેમાંથી 14 મૃત્યુ જિલ્લાના છે અને 160 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 93 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 85 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2929 થઈ છે. જેમાંથી જિલ્લાના 261 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 16, વરાછા એ ઝોનમાં 23, વરાછા બી 18, રાંદેર ઝોન 19, કતારગામ ઝોનમાં 66, લીબાયત ઝોનમાં 10, ઉધના ઝોનમાં 6 અને અથવા ઝોનમાં 16 કેસ નોંધાયા.

મહત્વની વાત એ છે કે, ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે, એક જ દિવસમાં પ્રથમ વખત કતારગામમાં 60 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ. સાથે વરાછા એ ઝોન, વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે, સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 1.ઓલપાડ 3, કામરેજ 9,પલસાણા 3, ,અને માંગરોળ 1 કેસ નોંધાતા આજે સુરત ના કામરેજ માં સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona cases, Surat corona deaths, Surat corona virus cases, Surat coronavirus updates, Surat covid 19, Surat covid19 cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन