Home /News /south-gujarat /

સુરત : 24 કલાકમાં વધુ 293ને Corona ચોંટ્યો, વધુ 12 દર્દીનાં મોતથી ખળભળાટ, આ વિસ્તારોમાં વધી ચિંતા

સુરત : 24 કલાકમાં વધુ 293ને Corona ચોંટ્યો, વધુ 12 દર્દીનાં મોતથી ખળભળાટ, આ વિસ્તારોમાં વધી ચિંતા

જાણો શહેરમાં ક્યા વિસ્તારોના કારણે કોરોના વકરી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં શહેર જિલ્લામાં ક્યા કેટલા કેસ નોંધાયા

જાણો શહેરમાં ક્યા વિસ્તારોના કારણે કોરોના વકરી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં શહેર જિલ્લામાં ક્યા કેટલા કેસ નોંધાયા

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 293 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 199 જયારે ગ્રામીણ વિસ્તારમાં 94 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 12819 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 565  પર પહોંચ્યો છે, તેવામાં આજે 259 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 293 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 199 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 10333 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 94 કેસ સાથે દર્દી સંખ્યા 2486પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 12819 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે.

મૃત્યુઆંક 565  થયો છે. જેમાંથી 97 મૃત્યુ જિલ્લાના છે અને 468   શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 183 જ્યારે જિલ્લામાં આજે 76 દર્દીને રજા આપતા, કુલ 259  દર્દીઓ   કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 8639 જેમાં ગ્રામ્ય વિસ્તારના 1620  દર્દી છે.

આ પણ વાંચો :   સુરત : શાકભાજીની લારીઓ વાળા SMCની ટીમ જોડે બાખડ્યા, ટોળેને ટોળા વળતાં Corona ફેલાવાનો ભય

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 23 , વરાછા એ ઝોનમાં 28. વરાછા બી 9  રાંદેર ઝોન 35 કતારગામ ઝોનમાં 24 લીબાયત ઝોનમાં 19, ઉધના ઝોનમાં 29 અને અથવા ઝોનમાં 32  કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહીયુ છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યુ છે   ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :   રાજ્યમાં 24 કલાકમાં Coronaના 1108 નવા કેસ, 1032 દર્દી સાજા થયા, 24 દર્દીનાં મોત

જિલ્લામાં પણ કેસની સંખ્યા વધી

જોકે જિલ્લામાં  ચોર્યાસી 9 ઓલપાડ 9  કામરેજ 19 ,પલસાણા 19  બારડોલી 12 ,મહુવા 10, માંડવી 9  માંગરોળ 6 અને ઉમરપાડા 1   કેસ નોંધાતા  જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે  પોઝિટિવ કેસ સામે આવતા અને કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus in surat, Surat corona cases, Surat covid cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन