Home /News /south-gujarat /

સુરતઃ મીઠી-મીઠી વાતો કરી મિત્રતા કેળવ્યા બાદ મહિલા વેપારીએ રૂ. 27 લાખના હીરા લીધા બાદ હાથ ઉંચા

સુરતઃ મીઠી-મીઠી વાતો કરી મિત્રતા કેળવ્યા બાદ મહિલા વેપારીએ રૂ. 27 લાખના હીરા લીધા બાદ હાથ ઉંચા

પ્રતિકાત્મક તસવીર

મીઠી-મીઠી વાતો કરી મિત્રતા કેળવ્યા બાદ રવિન્દ્રકૌરે સારો ઍવો નફો કમાઇ આપવાની લાલચ આપી તા.28-05-2019ના રોજ સીમાદેવી પાસેથી પોલિશ્ડ ડાયમંડનો રૂપિયા 29 લાખનો માલ ઉધારમાં ખરીદયો હતો.

સુરતઃ શહેરમાં છેતરપિંડીના (fraud case) કિસ્સાઓ દરરોજ બનતા રહે છે. આવા કિસ્સાઓ પોલીસ ચોપડે પણ નોંધાતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. જેમાં એક મહિલા વેપારીએ (Women merchants) હીરાના વેપારી (diamond merchants) પાસેથી હીરા લીધા બાદ હાથ ઉંચા કરી લીધા હતા. સુરતમાં વેપારી પાસેથી મહિલા વેપારીએ હીરા લીધા બાદ લખાણ સાથે ચેક પણ આપ્યા હતા. જો કે ચેક રીટર્ન થતા પેમેન્ટ માંગતા હાથ ઉચા કરી લીધા હતા. જેથી ઉધારમાં લાખો રૂપિયાના હિરા લીધા બાદ બાકી પેમેન્ટના મામલે હાથ ઉંચા કરી દેનાર પાર્લેપોઇન્ટની રવિન્દ્રકૌર નામની મહિલા વેપારી સામેના કેસમાં કોર્ટે સી.આર.પી.સી.ની કલમ 202 મુજબ કોર્ટ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે.

સિટીલાઈટ મેઘ સરમન-૨ ખાતે રહેતા સીમાદેવી અગ્રવાલ (ઉ.વ.48) હીરાના ધંધા સાથે સંકળાયેલા છે. સીમાદેવીનો જીમમાં રવિન્દ્રકૌર આહુજા (ઉ.વ.આ.૫૫, રહે.11-ડી, સિટીલાઇટ રોડ, સુરત) નામની મહિલા વેપારી સાથે મુલાકાત થઇ હતી.

મીઠી-મીઠી વાતો કરી મિત્રતા કેળવ્યા બાદ રવિન્દ્રકૌરે સારો ઍવો નફો કમાઇ આપવાની લાલચ આપી તા.28-05-2019ના રોજ સીમાદેવી પાસેથી પોલિશ્ડ ડાયમંડનો રૂપિયા 29 લાખનો માલ ઉધારમાં ખરીદયો હતો.

આ પણ વાંચોઃ- માતાની દર્દભરી કહાની! 5 માસની પુત્રી ખોળામાં રાખી મહિલા કંડક્ટર કાપે છે ટિકિટ, 165 KMની મુસાફરી કરવી મજબૂરી

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

જેની સામે રવિન્દ્રકૌરે બાંહેધરી પત્ર લખી આપ્યુ હતું અને બાકી પેમેન્ટ પેટે નવ જેટલા ચેકો પણ આપ્યા હતા. જે ચેકો બેંકોંમાં ભરતા રિટર્ન થયા હતા. દરમિયાન ચેકો રિટર્ન થતા સીમદેવીઍ બાકી નાણાંની ઉઘરાણી કરતાં રવિન્દ્રકૌરે હાથ ઉંચા કરી દીધા હતા. જેથી તેમણે આ અંગે ઉમરા પોલીસમાં ગુનાહીત વિશ્વાસધાત અને છેતરપિંડીની ફરીયાદ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રોકડા રૂ. 1.34 કરોડ સાથે યુવક ઝડપાયો, કોને અને ક્યાં આપવાના હતા પૈસા?

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રાજકોટઃ 'તું શરીર સંબંધ બાંધવા નહિ દે તો...', નરાધમે ધો.12ની વિદ્યાર્થિનીનો ત્રણ ત્રણવાર પિંખ્યો દેહ

પરંતુ પોલીસે ગુનો દાખલ ન કરતા સીમાદેવીઍ ઍડવોકેટ અશ્વિન જે. જાગડિયા મારફતે અત્રેની કોર્ટમાં ખાનગી ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. જયાં તેમણે દલીલ કરી હતી કે, વેપારી શિરસ્તા મુજબ માલ લીધા બાદ પેમેન્ટ ન ચુકવીને રવિન્દ્રકૌરે ગુનાહિત વિશ્વાસધાત અને છેતરપિંડી આચરી છે.જે સાથે તેમણે બાંહેધરી પત્ર તથા પેમેન્ટ બાકી હોવા સંબંધિત પોલીસ સમક્ષનુ રવિન્દ્રકૌરનું નિવેદન સહિતના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કર્યા હતા. જેને ધ્યાનમાં લઇને કોર્ટે ફોજદારી ઇન્કવાયરી રજિસ્ટરે નોંધવાનુ જણાવી સી.આર.પી.સી.ની કલમ 202 અન્વયે કોર્ટ ઇન્કવાયરીનો આદેશ કર્યો હતો અને વધુ સુનાવણી માટે આગામી તારીખ 1 માર્ચ 2021ની મુદ્દત આપી હતી.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Fraud case, ગુજરાત, સુરત

આગામી સમાચાર