Home /News /south-gujarat /

સુરત: આજે ફરી 195 Coronaની ઝપેટમાં, ગામડાઓમાં કેસ વધતા તંત્રની ઊંઘ હરામ, જાણો - કયા વિસ્તારમાં ઉછાળો

સુરત: આજે ફરી 195 Coronaની ઝપેટમાં, ગામડાઓમાં કેસ વધતા તંત્રની ઊંઘ હરામ, જાણો - કયા વિસ્તારમાં ઉછાળો

પ્રતિકાત્મક તસવીર

કુલ દર્દી સંખ્યા 4473 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક166 થયો છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 195 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 174 જયારે ગ્રામીણ વિસ્તારમાં 21 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4473 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 166 પર પહોંચ્યો છે, તેવામાં આજે 85 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 195 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 174 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 4171 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 21 કેસ સાથે દર્દી સંખ્યા 476 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 4473 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 166  થયો છે. જેમાંથી 11 મૃત્યુ જિલ્લાના છે અને 155 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 80 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 85 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2820 થઈ છે. જેમાંથી જિલ્લાના 246 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 17, વરાછા એ ઝોનમાં 21. વરાછા બી 23 રાંદેર ઝોન 26, કતારગામ ઝોનમાં 54, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 7 અને અથવા ઝોનમાં 9 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા એ ઝોન, વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાંમાં પણ દર્દીમાં ઉછાળો આવ્યો છે, સેન્ટર અને અથવા લીંબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જોકે જિલ્લામાં ચોર્યાસી 4, ઓલપાડ 2, કામરેજ 10, પલસાણા 3, માંડવી 1 અને માંગરોળ 1 કેસ નોંધાતા આજે સુરતના કામરેજમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે. જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona cases, Surat corona deaths, Surat corona virus cases, Surat coronavirus updates, Surat covid cases, Surat covid19 cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन