સુરતમાં (Surat) કોરોનાના (Coronavirus in surat) દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 260 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. (260 cases tested positive in surat) સુરતમાં 201 જયારે ગ્રામીણ વિસ્તારમાં 59 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 6756 પર પહોંચી છે, જયારે આજે 6 લોકોના કોરોનાથી (Deaths of coronavirus in surat) મોત સાથે મરણ આંક 255 પર પહોંચ્યો છે. તેવામાં આજે 142 દર્દી કોરોનાને (Discharged corona patients) માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 260 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 201 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5894 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 59 કેસ સાથે દર્દી સંખ્યા 862 પર પહોંચી છે.
કુલ દર્દી સંખ્યા 6756 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 6 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 255 થયો છે. જેમાંથી 29 મૃત્યુ જિલ્લાના છે અને 226 ત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 126 જ્યારે જિલ્લામાં આજે 16 દર્દીને રજા આપતા, કુલ 142 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 4061 થઈ છે. જેમાંથી જિલ્લાના 426 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.
" isDesktop="true" id="996621" >
ક્યા વિસ્તારમાં કેટલા કેસ?
આજે સેન્ટ્રલ ઝોન 26, વરાછા એ ઝોનમાં 35. વરાછા બી 37 રાંદેર ઝોન 12, કતારગામ ઝોનમાં 26, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 18 અને અથવા ઝોનમાં 30 કેસ નોંધાયા.જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જોકે જિલ્લામાં ચોર્યાસી 7.ઓલપાડ 7 કામરેજ 25 ,પલસાણા 7. બારડોલી 8, , માંગરોળ 4 અને ઉમરપાડા 2, કેસ નોંધાતા જિલ્લા માં સતત કેસ વધી રહિયા છે પોઝિટિવ કેસ સામે આવતા અને તેમાં પણ કામરેજ અને ચોર્યાસી આજે સૌથી વધુ કેસ નોંધાયા છે કોરોના વાઇરસ આવ્યા બાદ, સુંરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
સુરતમાં 159 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં સરગમપુરા પુતળી, અઠવાલાઇન્સ, ભાગળ, સુરત શહેર,ભવાનીવાડ, સુરત આરએસના 23 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે ઇસ્ટઝોન-એમાં વરાછા રોડ, સુરત ટેક્સટાઇલ માર્કેટ, બોમ્બે માર્કેટ, સરોલી, એકી રોડ, ઉતરા પારવર હાઉસ વિસ્તારના 35 એરિયા હોટસ્પોટ છે. જ્યારે વરાછા ઇસ્ટઝોન બીના 20 એરિયા, નોર્થ ઝોનનાં 49 વિસ્તારો, સાઉથ ઇસ્ટઝોનના 8 વિસ્તારો સાઉથ વેસ્ટઝોનના 12 વિસ્તારો, સાઉથ ઝોનના 4 વિસ્તારો, વેસ્ટઝોનના 9 વિસ્તારોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે.